તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • દોડ સ્પર્ધામાં ફ્રાન્સ જવા જમાદાર GPFમાંથી નાણાં ઉપાડશે

દોડ સ્પર્ધામાં ફ્રાન્સ જવા જમાદાર GPFમાંથી નાણાં ઉપાડશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
4થી 8 �ઓગસ્ટે યોજાનારી વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક સ્પર્ધામાં 400 મીટર દોડમાં મહેસાણાના હેડ કોન્સ્ટેબલની પસંદગી

વિશ્વસ્તરે ગુજરાત અને ભારતનું નામ રોશન કરવા માટે ફ્રાન્સમાં યોજાયેલી વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક સ્પર્ધામાં ભાગ લેવા જઇ રહેલા મહેસાણા જિલ્લા પોલીસના હેડ કોન્સ્ટેબલ ભાનુભાઇ ભરવાડને સરકારે રાતી પાઇની પણ મદદ કરી નથી. આથી તેમને પોતાના પ્રોવિડન્ટ ફંડમાંથી નાણાં ઉપાડવાની ફરજ પડી છે. ખેલે ગુજરાત અને રમે ગુજરાતના નામે લાખો રૂપિયા ખર્ચ કરતી રાજ્ય સરકાર કે ગૃહ મંત્રાલય દ્વારા મદદ નહીં મળવાની બાબતની બુદ્ધિજીવી વર્ગમાં ભારે ટીકા થઇ રહી છે.

દોડમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં 28 મેડલ હાંસલ કરી જિલ્લા પોલીસને નામના અપાવનારા જિલ્લા પોલીસમાં બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભાનુભાઇ ભરવાડની કહાણી પણ રિયલ દોડવીર મિલ્ખાસિંગથી કંઇ કમ નથી. પોલીસખાતામાં ફાંદાળા પોલીસકર્મીઓને જોઇ ફિટનેશ પ્રત્યે સજાગ બની રનિંગ ટ્રેકને પોતાનું કર્મ બનાવી શરૂ કરેલી દોડની યાત્રા આજે તેમને ફ્રાન્સ સુધી લઇ ગઇ છે. પશુપાલક પરિવારમાંથી આવેલા ભાનુભાઇ નોકરી સમય બાદ પ્રશિક્ષિત કોચ કે ટ્રેનર વિના રોજના 4 કલાક પ્રેકટીશ કરે છે.

આગામી 4થી 8 ઓગસ્ટ દરમિયાન 35 વર્ષથી વધુ વયના વ્યક્તિઓ માટે ફ્રાન્સમાં યોજાનારી 8મી વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક ચેમ્પિયન શીપમાં 400 મીટર દોડમાં ભારતીય ખેલાડીઓમાં ભાનુભાઇ ભરવાડની પસંદગી થઇ છે. જે અંગેની જાણ તેમને 9મી મેના રોજ માસ્ટર્સ એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કરાઇ છે. જોકે, તેમના માટે સ્પર્ધામાં જોડાવા માટે જરૂરી ખર્ચનો પ્રશ્ન પેચીદો બન્યો છે. ફ્રાન્સ જવા માટે રાજ્ય સરકારે રાતી પાઇ પણ આપતાં તે દોડીને નહીં પરંતુ આર્થિક રીતે થાકી ગયા છે.

પોલીસ વિભાગમાં 19 વર્ષની ફરજ દરમિયાન બાળકોના અભ્યાસ અને પરિવારના ભવિષ્ય માટે કરેલી બચત પ્રોવિડન્ટ ફંડમાંથી રૂ.3 લાખ ઉપાડી દેશ અને ગુજરાતનું નામ રોશન કરવા જઇ રહેલા ભાનુભાઇને જિલ્લા પોલીસ વેલ્ફેરે પણ નાણાં આપવાનો ઇન્કાર કર્યો છે.

ભાસ્કર

એક્સકલુસિવ

^કોન્સ્ટેબલ ભાનુ ભરવાડના ફ્રાન્સ પ્રવાસના ખર્ચ માટે દરખાસ્ત કરીશું, તેમને મદદ મળે તેવી આશા છે. > હસમુખપટેલ, રેન્જઆઇજી, ગાંધીનગર

વાતોના વડા| ખેલે ગુજરાત? આમાં કેમ ખેલે

^પોલીસ વેલ્ફેરમાં પૈસાની માંગણી કરી હતી, પરંતુ તેમણે રકમ લોન ભરવાની શરતે આપવાનો નિર્ણય લીધો છે, જે મારા ટૂંકા પગારમાં શક્ય નથી. > ભાનુભરવાડ, હેડકોન્સ્ટેબલ

{ મહેસાણા જિલ્લા પોલીસ તંત્રમાં બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.

{28 મેડલ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં મેળવ્યા છે.

{9 મેએ માસ્ટર્સ એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયાએ સૂચના આપી કે 4થી 8 ઓગસ્ટ સુધી યોજાનારી ચેમ્પિયનશીપમાં 400 મીટર દોડ સ્પર્ધામાં ભારતીય ટીમમાં પસંદગી થઇ છે.

દોડવીર ભાનુ ભરવાડ

અન્ય સમાચારો પણ છે...