તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • ભાસ્કર િવશેષ | ગાંધીનગરના પોર ગામેથી જાલમોરમાં પહોંચી ગયેલા વૃદ્ધાની 181 અભયમે મદદ કરી

ભાસ્કર િવશેષ | ગાંધીનગરના પોર ગામેથી જાલમોરમાં પહોંચી ગયેલા વૃદ્ધાની 181 અભયમે મદદ કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરનાપોર ગામેથી ચાર માસ અગાઉ એક વૃધ્ધા ભૂલી પડી ગઇ હતી.અને કાંકરેજના જાલમોર ગામે આવી ગઇ હતી.જેના ઉપર સરપંચની નજર પડતા 181 અભયમને જાણ કરી હતી.જેથી ટીમ ઘટના સ્થળે પહોંચી મહિલાનું કાઉન્સેલીગ કરી વૃધ્ધાનો પરિવાર સાથે મેળાપ કરાવતા પરિવારે હાશકારો અનુભવ્યો હતો.

ગાંધીનગરના પોરા ગામે રહેતા ઠાકોર સમાજના 75 વર્ષિય શકીબેન ઠાકોર ચાર માસથી ઘરેથી ગુમ થઇ ગયા હતા.જે કાંકરેજ તાલુકાના જાલમોર ગામે આવી ગયા હતા.જેથી રવિવારે જાલમોર ગામના સરપંચની નજર ઠંડીમાં ઠુઠવાતી વૃધ્ધા ઉપર પડી હતી.જેથી સરપંચે 181 અભયમ હેલ્પ લાઇનને જાણ કરી હતી.જેથી કાઉન્સિલર જે.એમ.પરમાર સ્ટાફના ભાવેશભાઇ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા.મહિલાની પુછપરછ કરી 181એ તેના ઘરે તપાસ કરાવતા વાત સાચી સાબત થઇ હતી.જેથી વૃધ્ધાને બનાસકાંઠા મહેસાણા અને ગાંધીનગરની 181ના અભયમની ટીમની મદદથી પરિવાર સાથે મોકલી આપી હતી.

ભૂલા પડેલા વૃદ્ધાનો પરિવાર સાથે મિલાપ

અન્ય સમાચારો પણ છે...