માવઠાંથી ઉ.ગુ.ઠંડુગાર,માલપુરમાં કરા પડ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા| ઓખીવાવાઝોડાંને લઇ છેલ્લા 72 કલાકથી ઉત્તર ગુજરાત ઠંડુગાર બન્યું છે.પાંચેય જિલ્લાનું મહત્તમ તાપમાન 4 થી 9 ડિગ્રી ગગડતાં કાતિલ ઠંડીની અસર જોવા મળી હતી.અરવલ્લીના માલપુરના મગોડીમાં કરા પડ્યા હતા.

માવઠાંના કારણે મહેસાણા જિલ્લાના મહત્તમ તાપમાનમાં 9 ડિગ્રીના ઘટાડા સાથે 20 ડિગ્રી રહ્યું હતું. જ્યારે પાટણ જિલ્લામાં 4 ડિગ્રીના ઘટાડા સાથે 23 ડિગ્રી, બનાસકાંઠામાં 5.6 ડિગ્રીના ઘટાડા સાથે 21.4 ડિગ્રી, સાબરકાંઠા જિલ્લામાં 6 ડિગ્રીના ઘટાડા સાથે 22 ડિગ્રી તથા અરવલ્લી જિલ્લામાં 5 ડિગ્રીના ઘટાડા સાથે 21 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું. મહત્તમ પારો એકાએક ઘટાડાના કારણે ઉત્તર ગુજરાતનું વાતાવરણ ઠંડુગાર બનતાં દિવસભર કાતિલ ઠંડી વર્તાઇ હતી.બીજા દિવસે પણ પાલનપુર,પાટણ મહેસાણા અને સાબરકાંઠામાં માવઠું થતાં રવિપાક પર ખતરો ઊભો થયો છે.તેમાં ખાસ કરીને જીરું, રાયડો, કપાસ સહિતના પાકોને અસર થવાની સંભાવના છે.જ્યારે ચણા અને ઘઉંના પાકને નહીવત અસર થશે.બુધવારે પણ વાતાવરણ વાદળછાયું રહેવાની અને કમોસમી વરસાદ થવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરાઈ છે.માવઠાથી મહેસાણા અને કડી માર્કેટયાર્ડમાં માલ પલળી ગયો હતો.

મહેસાણામાં મંગળવારે ભાજપ દ્વારા પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં ગૌરવ મહાસંમેલન યોજાયું હતું.જેમાં \\\"ઓખી\\\' વાવાઝોડાની અસર જોવા મળી હતી.વરસતા વરસાદમાં સભામાં આવેલા લોકોએ છત્રી અને ઠંડીથી બચવા મફલર અને ટોપીનો સહારો લીધો હતો.જ્યારે સ્વેટર વગર આવેલા લોકો ઠુંઠવાઈ ગયા હતા.તસવીર- પ્રમોદશાહ

શિયાળા દરમ્યાન સામાન્ય રીતે ઉ. ગુ.માં 10 કિલોમીટરની વિઝીબીલીટી રહેતી હોય છે. પરંતુ વાદળછાયા વાતાવરણ અને માવઠાના કારણે 6 થી 7 કિલોમીટરની વિઝીબીલીટી ઘટીને 3 થી 4 કિલોમીટરની થઇ હતી. બીજી બાજુ દિવસભર પ્રતિ કલાકે 4 થી 5 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો.જોકે બુધવારે માવઠાની સાથે પવનની ગતિ યથાવત રહેવાની શક્યતા સેવાઈ રહી છે.ગુરૂવારથી ઉત્તર ગુજરાતના આકાશમાં વાદળો જોવા મળશે પણ માવઠાની અસર નહી રહે. સવાર-સાંજ ધુમ્મસ ભર્યું વાતાવરણ બની રહેશે.

માવઠાથી ઉ.ગુ.માં 4 થી 9 ડિગ્રી પારો ગગડ્યો

ઉત્તરગુજરાતમાં છેલ્લા 72 કલાકથી રહેલા વાદળછાયા વાતાવરણ બાદ સોમવારે મોડી રાત્રીથી માવઠાંથી શરૂઆત થઇ હતી. જે મંગળવાર રાત્રી સુધી થોડા થોડા વિરામ બાદ સાર્વત્રિક માવઠું રહ્યું હતું. જેને લઇ ઉત્તર ગુજરાતના પાંચેય જિલ્લાનું મહત્તમ તાપમાન 4 થી 9 ડિગ્રી ગગડતાં કાતિલ ઠંડીની અસર જોવા મળી હતી.

રોડ પર વીઝીબીલીટી ઓછી થઈ ગઈ

આજે પણ માવઠાની શક્યતા

કપાસના 25 થી 30 ટકા પાકને અસર

ઉત્તરગુજરાતમાં રૂ ની ત્રીજી વીણી બાકી રહેનાર ખેતરમાં ઉભા 25 થી 30 ટકાના કપાસના પાકને માવઠાંથી વિપરીત અસર થઇ શકે છે. માવઠું થતાં કપાસ હવે કાળો પડી જવાની સાથે આર્થિક નુકશાનીનો ખેડૂતોમાં ભય તોળાઇ રહ્યો છે.

મહેસાણા,કડી, વિસનગર સહિત વિસ્તારોમાં વરસાદ, જિલ્લાના માર્કેટયાર્ડોમાં માલની આવકો પણ ઘટી ગઈ

અન્ય સમાચારો પણ છે...