દેદિયાસણમાં ગામતળનાં 10 વર્ષ જૂના દબાણ દૂર કરાયા
મહેસાણાનજીક ડેડિયાસણ ગામમાં છેલ્લા દસ વર્ષથી કરેલા દબાણોને તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત દ્વારા પોલીસ રક્ષણ હેઠળ દૂર કરવામા આવ્યા હતા. હાઇવેથી ડેડિયાસણ ગામ તરફ જતાં બનાવેલ કાચા ઝુંપડા, ઉકરડા અને કચરા સહિતનાં 4હજાર ચોરસમીટરનાં દબાણો દૂર કરવામા અાવ્યા હતા. સવારથી શરૂ થયેલી દબાણ હટાવની કામગીરી છેક સાંજ સુધી ચાલી હતી તેમ તલાટી મંડળનાં કમલેશભાઇએ જણાવ્યુ હતુ.
પ્રાપ્ત વિગતો મુજબ મહેસાણા તાલુકાનાં ડેડિયાસણ ગામે વર્ષોથી ગામનાં 8થી 10 લોકોએ ગામતળની અનુસંધાનપાના નં.8
દેદિયાસણમાં
જમીનપર ઉકરડા અને કચરાનાં ઢગલા કરી દબાણ કરેલુ હતુ. ત્યારે ગ્રામપંચાયતને દબાણની જમીન પર નવો બોર બનાવવાની જરૂરિયાત હોવાથી દબાણો દૂર કરવાની ફરજ પડી હતી. કુલ 4હજાર ચો.મીટર પર કરેલ દબાણને દૂર કરવા પંચાયતે સંબંધિત દબાણકારોને નોટીશ આપી જાણ કરી હતી. તેમજ ગ્રામ સુખાકારી માટે પાણીનાં બોરની જરૂરિયાતને ધ્યાને લઇ દબાણકારો તરફથી પણ વિરોધ ઉભો થયો હતો. આથી દબાણ દૂર કરવાની કામગીરી વિક્ષેપ વિના પૂર્ણ થઇ હોવાનું તાલુકા તલાટી મંડળનાં પ્રમુખ કમલેશભાઇએ જણાવ્યુ હતુ.