• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • ખેડૂતોને પગભર બનાવવા સરકારે પગલાં લીધા હોવાનો ભાજપનો દાવો

ખેડૂતોને પગભર બનાવવા સરકારે પગલાં લીધા હોવાનો ભાજપનો દાવો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોદીસરકારે એક વર્ષ પૂર્ણ કરતાં સમગ્ર દેશમાં જનકલ્યાણ પર્વની ઊજવણી કરાઇ રહી છે. મહેસાણામાં કેન્દ્રિય કૃષિ રાજ્યમંત્રી મોહનભાઈ કુંડારિયાએ એક વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારે કરેલા કાર્યોનો હિસાબ જનતા સામે મુક્યો હતો.

મંત્રી મોહનભાઈ કુંડારિયાએ જનકલ્યાણ પર્વને સરકારના વહીવટનો હિસાબ આપવાનું પર્વ ગણાવ્યું હતું. તેમણે દેશના ખેડૂતોની પરિસ્થિતિ સુધારવા મોદી સરકાર દ્વારા આગામી દિવસોમાં ખેડૂતોના ખેતર સુધી નર્મદાના નીર પહોંચાડવાની યોજના અને ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ આપવાની યોજના વિશે માહિતી આપી હતી. ખેડૂતોને પહેલા ખેતીમાં 50 ટકા નુકસાન થતું તો વળતર મળતું તે સરકારે ઘટાડીને 33 ટકા કરી ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવા પગલાં ભર્યા હોવાનો દાવો કર્યો હતો.

અત્રે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજ્યના આરોગ્ય મંત્રી નિતીનભાઈ પટેલ, ગૃહરાજ્યમંત્રી રજનીભાઇ પટેલ, સાંસદ જયશ્રીબેન પટેલ અને ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ સહિત અગ્રણી કે.સી. પટેલ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...