તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ટુવ્હિલરની નવી સિરીઝના ઓનલાઇન નોંધણીમાં RTOને રૂ.20 હજાર ઉપજ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટુવ્હિલરની નવી સિરીઝના ઓનલાઇન નોંધણીમાં RTOને રૂ.20 હજાર ઉપજ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા| મહેસાણાઆરટીઓમાં ટુ-વ્હિલરની નવી સિરિઝના ત્રણ દિવસના ઓક્શનમાં 9 વ્યક્તિઓ જોડાયા હતા. જો કે, તમામ વ્યક્તિઓની સામે હરીફ વ્યક્તિઓ રહેતાં પસંદગીના નંબર માટે તમામને એક વખત બોલી લગાવવી પડી હતી. જેને લઇ આરટીઓને રૂ.20 હજારની આવક થઇ હતી.

આરટીઓમાં ટુ-વ્હિલરની નવી સિરીઝ જીજે 02 સીએન માટે ગત તા.5 થી 7 ડિસેમ્બર સુધી ઓનલાઇન નોંધણીમાં 50 વ્યક્તિઓએ એપ્લાય કર્યું હતું.

પરંતુ 50 પૈકી માત્ર 9 વ્યક્તિઓ ઓનલાઇન હરાજીમાં જોડાયા હતા. જેમાં ગોલ્ડન સિરીઝના બે નંબર માટે 10 હજાર, સિલ્વર સિરીઝના 3 નંબર માટે 6000 તથા બાકીના 4 નંબર માટે 1 હજાર મળી હરાજીમાં 20 હજારની આરટીઓને આવક થઇ હતી. સિરીઝના બાકી રહેતાં ગોલ્ડન, સિલ્વર સહિતના નંબરો માટે ફરી ઓનલાઇન ઓક્શન યોજાશે.

ફોર વ્હિલરની નવી સિરીઝની નોંધણી કરાશે

ફોરવ્હિલરની નવી સિરીઝ જીજે 02 સીપી નું ઓનલાઇન ઓક્શન 4 થી 8 જાન્યુઆરીએ યોજાશે. ઓક્શનમાં ભાગ લેવા ઇચ્છકુએ 20 ડિસેમ્બરથી 3 જાન્યુ.ની વચ્ચે એપ્લીકેશન કરવાની રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો