મહેસાણા | રાજમહેલરોડ પર આવેલા જુના એસ.ટી. ડેપો જર્જરિત હોવાથી
મહેસાણા | રાજમહેલરોડ પર આવેલા જુના એસ.ટી. ડેપો જર્જરિત હોવાથી તેને તાજેતરમાં તોડી પાડીને હવે નવીન બિલ્ડીંગ બનાવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.પરંતુ હાલના તબક્કે બસની રાહ જોતા મુસાફરોને ઉભા રહેવા અથવા નીચે રેતીમાં બેસવા સિવાય બીજો કોઈ રસ્તો દેખાતો નથી.જોકે ડેપોમાં મુસાફરો માટે નાનું એવું સ્ટેન્ડ બનાવામાં આવ્યું તો છે. પરંતુ મહેસાણા ડેપોમાં મુસાફરોનો ઘસારો વધુ હોવાથી સ્ટેન્ડ ભરાઈ જાય છે. જેથી અન્ય મુસાફરો તથા શાળા-કોલેજના વિદ્યાર્થીઓને મજબુરીમાં ખુલ્લામાં ઉભા રહીને અથવા નીચે બેસીને બસની રાહ જોવાની વારી આવે છે. તસવીર-પ્રમોદશાહ