મહેસાણા | શહેરનાટીબીરોડ પર આવેલા સુપ્રીમ કોમ્પલેક્ષના ત્રીજા માળેથી ગુરુવારે
મહેસાણા | શહેરનાટીબીરોડ પર આવેલા સુપ્રીમ કોમ્પલેક્ષના ત્રીજા માળેથી ગુરુવારે સવારે 8 કલાકે એક શ્વાન પટકાયો હતો.આ જોઈ હાજર જીવદયા પ્રેમીઓએ પાલિકા વિસ્તારમાં નોંધારા પશુ-પક્ષીઓની સારવાર માટેની 1962 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં 1962ના પાયલોટ પુષ્પદાન ગઢવી અને ડૉ.કેતન દેસાઈએ ઇજાગ્રસ્ત શ્વાનની સારવાર કરી તેનો જીવ બચાવી લીધો હતો.