તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • યુનિવર્સિટીના 6 સેનેટ સભ્યોની પાંચ જિલ્લાના 27 મત કેન્દ્રો પર ચૂંટણી થશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુનિવર્સિટીના 6 સેનેટ સભ્યોની પાંચ જિલ્લાના 27 મત કેન્દ્રો પર ચૂંટણી થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેમચંદ્રાચાર્યઉત્તર ગુજરાત યુનિવર્સિટીના 40 સેનેટ સભ્યોની ચૂંટણીમાં વિવિધ વિભાગોના 29 સેનેટ સભ્યો બિન હરિફ ચૂંટાઇ આવ્યા હતા તો પાંચ સેનેટ સભ્યોના ફોર્મ ચકાસણી દરમિયાન રદ થતા તે વિભાગના સેનેટ સભ્યોની ચૂંટણી મુલત્વી રાખી બાકી રહેતા વિવિધ વિભાગના 6 સેનેટ સભ્યોની ચૂંટણી 12 ઉમેદવારો વચ્ચે આગામી તા.19 મી ડિસેમ્બર ના રોજ પાંચ જિલ્લાના 27 મતદાન કેન્દ્રો ઉપર યોજાનાર હોય જેને લઇ યુનિ.ના ચૂંટણી વિભાગ દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતું.

6 સેનેટ સભ્યોમાં ગવર્નિંગ બોડી 2 બેઠકો માટે 4 ઉમેદવારો કોલેજોના આચાર્યોની બે બેઠકો માટે 3 ઉમેદવારો બિન શૈક્ષણિક વર્ગની 1 બેઠક માટે ત્રણ ઉમેદવારો તેમજ હેડ માસ્તરની 1 બેઠક માટે બે ઉમેદવારોની યોજાનારી ચૂંટણીને સુલેહ શાંતિ સાથે કાયદો વ્યવસ્થા જળવાઇ તે માટે પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કલેકટર અને નાયબ પોલીસ અધિક્ષકને લેખિતમાં જાણ કરવામાં આવી છે. પાંચ જિલ્લાના 27 મત કેન્દ્રો પર જરૂરી ચૂંટણી લક્ષી સાહિત્ય મતપેટીઓ તેમજ અન્ય સામગ્રી મોકલવાની તૈયારીઓ હાથ ધરાયાનું ચૂંટણી શાખાના રામુભાઇ પટેલ જણાવ્યું હતું.

બેઠકોના મતદારોની યાદી

કોલેજોનીગર્વનીંગ બોડીઝની બે બેઠકો માટે 85 મતદારો, કોલેજોના આચાર્યોની બે બેઠકો માટે 29 મતદારો, કોલેજોના બિન શૈક્ષણિક વર્ગની એક બેઠક માટે 819 મતદારો મત પેટીમાં મત નાખીને મતદાન કરશે. જ્યારે હેડ માસ્તરની એક બેઠક માટે 215 મતદારો પોસ્ટલ બેલેટથી મતદાન કરશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

વધુ વાંચો