તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • બહુચરાજી વિધાનસભા બેઠકમાં 31 ઉમેદવારોએ 35 ફોર્મ ભર્યા

બહુચરાજી વિધાનસભા બેઠકમાં 31 ઉમેદવારોએ 35 ફોર્મ ભર્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપમાંથી રજની પટેલ, કોંગ્રેસમાંથી ભરત ઠાકોરે ભર્યુ

બહુચરાજીવિધાનસભા બેઠક પર ફોર્મ ભરવાના અંતિમ મુદત સુધીમાં 31 ઉમેદવારોએ 35 ફોર્મ ભર્યા હતા. જેમાં ભાજપમાંથી પૂર્વ ગૃહરાજ્ય મંત્રી રજનીભાઇ પટેલ અને કોંગ્રેસમાંથી ગુજરાત પ્રદેશ ઠાકોર સેનાના કાર્યાલય મંત્રી એવા વિરસોડા ગામના ભરતજી ઠાકોરે ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ ભર્યુ હતું. જ્યારે કોંગ્રેસમાંથી ટિકિટ નહીં મળતાં નારાજ થયેલા 72 કડવા પાટીદાર સમાજના પ્રમુખ કિરીટભાઇ પટેલ (દેવગઢ)એ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. સમયે તેમના સમર્થકો વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...