તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • ઉ.ગુ.ની 27 બેઠકોમાં ભાજપે પાંચ કોંગ્રેસે 7 પાટીદારોને ટિકિટ આપી

ઉ.ગુ.ની 27 બેઠકોમાં ભાજપે પાંચ કોંગ્રેસે 7 પાટીદારોને ટિકિટ આપી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યવિધાનસભાની 93 બેઠકો માટે બીજા તબક્કાની ચૂંટણી 14 ડિસેમ્બરે યોજાનાર છે. જેમાં ઉત્તર ગુજરાતની 27 બેઠકોનો પણ સમાવેશ થાય છે.

સોમવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે મુખ્ય હરીફ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની યાદી સ્પષ્ટ થઇ હતી. યાદી જોતાં પાટીદાર અનામત આંદોલન, ઠાકોર સેના આંદોલન સહિતની સામાજિક અસરને ધ્યાને લઇ બંને પક્ષો દ્વારા જ્ઞાતિ-જાતિના ચોકઠાં ફીટ કરાયાં હોય તેમ જણાય છે. જેમાં સૌથી વધુ 19 બેઠકો ક્ષત્રિય -ઠાકોરને તેમજ 12 બેઠકો પાટીદારોને ફાળવાઇ છે. ભાજપે પાંચ અને કોંગ્રેસે સાત પાટીદારોને મેદાનમાં ઉતાર્યા છે. તો કોંગ્રેસે 10 અને ભાજપે 9 ક્ષત્રિય- ઠાકોરને ટિકિટ અાપી જ્ઞાતિ સમીકરણ જાળવવા મથામણ કરી છે. સિવાય દેસાઇને ચાર, અનુસૂચિત જાતિને 6, અનુ. જનજાતિને 6, ચૌધરીને ચાર, બ્રાહ્મણને બે તેમજ પ્રજાપતિ જ્ઞાતિના એક ઉમેદવારને ટિકિટ મળી છે.

અન્ય સમાચારો પણ છે...