તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • બહુચરાજી બેઠકમાં ટિકિટ મુદ્દે કોંગ્રેસમાં અસંતોષ

બહુચરાજી બેઠકમાં ટિકિટ મુદ્દે કોંગ્રેસમાં અસંતોષ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | બહુચરાજીબેઠક પર ભાજપે વર્તમાન ધારાસભ્ય રજનીભાઇ પટેલની સામે કોંગ્રેેસે ઠાકોર સેનાના ભરતજી ઠાકોરના નામની જાહેરાત કરી હતી. જેને પગલે કોંગી આગેવાનો અને હોદ્દેદારો કોર્ટ સંકુલમાં ભેગા થઇ પક્ષે ટિકિટ કાપવાના મુદ્દે રોષ વ્યક્ત કર્યો હતો. બીજી બાજુ 4 મહિનાથી બેઠક પર પ્રચારકાર્ય શરૂ કરનાર ભોપાજીને ટિકિટ નહીં મળતાં તેમના સમર્થનમાં જિલ્લા અને તાલુકા પંચાયતના 7 સદસ્યોએ રાજીનામા આપ્યાની સોશિયલ મીડિયામાં ફરતા થયેલા સમાચારે રાજકીય ગરમાવો સર્જયો હતો. જોકે, કહેવાતા નામો પૈકીના જિલ્લા સદસ્ય ધરમશી દેસાઇએ રાજીનામું આપ્યું નથી તેવુ સ્પષ્ટ કહ્યું હતું, જ્યારે અજીત મકવાણાએ મુદ્દે કંઇ કહેવાનું ટાળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...