તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • છોડાવવા જતાં માસી સાસુને બચકું ભરી લીધું મહેસાણા ડિવિજન પોલીસ મથકમાં ફરિયાદ આપી

છોડાવવા જતાં માસી સાસુને બચકું ભરી લીધું મહેસાણા ડિવિજન પોલીસ મથકમાં ફરિયાદ આપી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાશહેરમાં વાલ્મિકી નગરમાં રહેતાં વૃદ્ધા અને તેમની બહેનને પુત્રવધૂએ નજીવી બાબતે ધોકા વડે માર મારી બચકું ભર્યાનો મામલો પોલીસમાં પહોંચ્યો છે. સાસુએ પુત્રવધૂ વિરુદ્ધ ફરિયાદ આપતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

શહેરના વાલ્મિકી નગરમાં રહેતાં 60 વર્ષનાં શાંતાબેન મગનજી ઠાકોરને પુત્રવધૂ સાથે અવાર નવાર થતા ઝઘડાને કારણે તેણી નજીકમાં અલગ રહેતા હતા. બે દિવસ પૂર્વે શાંતાબેન ન્હાવા માટે નજીકમાં રહેતી તેમની બહેન મંગુના ઘરે ગયા હોવાની જાણ થતાં પુત્રવધૂ હંસાબેન મહેશજી વિફરી હતી અને બાબતે સાસુ જોડે ઝઘડો કર્યો હતો. વૃદ્ધા પોતાના બચાવમાં કંઇ બોલે તે પહેલા હંસાબેને તેમના માથામાં ધોકો માર્યો હતો. જ્યારે બહેનને વધુ મારથી બચાવવા દોડી ગયેલા મંગુબેનને તેણીએ બચકું ભરતાં બંનેને સારવાર માટે સિવિલમાં લવાયાં હતાં. અંગે શાંતાબેને ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પુત્રવધૂ હંસાબેન ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...