• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • કોંગ્રેસ પ્રમુખના કહેવાથી અપક્ષમાં ઉભો રહ્યો તો : કિરીટ પટેલ

કોંગ્રેસ પ્રમુખના કહેવાથી અપક્ષમાં ઉભો રહ્યો તો : કિરીટ પટેલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | બહુચરાજીવિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવાર કિરીટભાઇ પટેલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિર્તીસિંહ ઝાલાએ કોંગ્રેસના બીજા ઉમેદવાર તરીકે મને અપક્ષ ઉમેદવારી કરાવી અને હવે હાથ ખંખેરી નાખ્યાનો આક્ષેપ કરતાં રાજકીય ગરમાવો સર્જાયો છે. કિરીટ પટેલે અપક્ષ તરીકે જીત્યા બાદ કોંગ્રેસને સમર્થન આપતું સોગંધનામું પણ કરાવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. જોકે, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિર્તીસિંહ ઝાલાએ આક્ષેપો ફગાવતાં જણાવ્યું કે, કોંગ્રેસમાંથી રાજુભા દરબાર અને ભોપાજી ઠાકોરની સાથે કિરીટભાઇ પટેલ પાસે પણ ફોર્મ ભરાવ્યું હતું અને પક્ષ જેમને મેન્ડેટ આપે તેમને ચૂંટણી લડવાનું નક્કી કરાયું હતું. કિરીટભાઇએ તો કોંગ્રેસની સાથે અપક્ષનું પણ ફોર્મ ભર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...