• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • જગુદણ મહેસાણા વચ્ચે વીજપોલ તૂટતાં એક કલાક ટ્રેન વ્યવહાર ઠપ

જગુદણ-મહેસાણા વચ્ચે વીજપોલ તૂટતાં એક કલાક ટ્રેન વ્યવહાર ઠપ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલ પર વાંદરા બેસીને હચમચાવતાં તૂટ્યો : રેલવે વિભાગ

જગુદણ-મહેસાણારેલવે ટ્રેક પર ઇલેકટ્રીક પોલ તૂટતા જમ્મુ-તાવી એક્સપ્રેસ ટ્રેન અેક કલાક સુધી મહેસાણા રેલવે સ્ટેશન પડી રહી હતી. જ્યારે અન્ય ટ્રેનોનો ટાઇમ બદલાયો હતો. જેના કારણે મુસાફરો હેરાન થઇ ગયા હતા.

કલોલથી મહેસાણા સુધીની ઇલેકટ્રીક ટ્રેન માટે પોલ નાખવામા આવ્યા છે અને તેનુ હાલમા ટેસ્ટીંગ ચાલુ છે અને તેના પર માલગાડીઓ ચલાવવામાં આવી રહી છે. સોમવારે બપોરે એકાએક જગુદણ નજીક ઇલેકટ્રીક પોલ તૂટતા બંને બાજુની ટ્રેનોની અવર જવર અટકાવી દેવાઇ હતી અને જમ્મુ-તાવી એક્સપ્રેસ ટ્રેન લગભગ એક કલાક સુધી મહેસાણા રેલવે સ્ટેશન પર ઉભી રહેતા મુસાફરો કંટાળ્યા હતા. જ્યારે બીજીબાજુ અહી એક કલાક સુધી સમારકામ ચાલુ રહ્યું હતુ.

ત્યારે રેલવેના ઇલેકટ્રીક વિભાગના સૂત્રોએ કહ્યું કે, વાંદરા વીજપોલ પર બેસતા હોઇ તેમાં લગાવેલી ટ્યુબ તૂટી હતી, જ્યારે સ્ટેશન પ્રબંધકે કહ્યું કે, વીજપોલના વાયરીંગમાં ખામી સર્જાઇ હતી માટે 1 કલાક ટ્રેનો બંધ રખાઇ હતી અને બંને બાજુથી આવતી ટ્રેનોનો સમય બદલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...