• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • સેવાસેતુમાં સ્ટાફ વ્યસ્ત, પુરવઠા શાખામાં અરજદારોને ધક્કા

સેવાસેતુમાં સ્ટાફ વ્યસ્ત, પુરવઠા શાખામાં અરજદારોને ધક્કા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણામામલતદાર કચેરીની પુરવઠા શાખાના કર્મચારીઓ શુક્રવારે ગોજારીયાના સેવાસેતુ કાર્યક્રમમાં ફરજ પર મૂકાયા હતા .જેને પગલે શાખા ખાલીખમ રહેતા રેશનકાર્ડના કામકાજે આવેલા અરજદારોને ધક્કો પડ્યો હતો.

તાલુકાના વિવિધ ગામડાઓમાં પ્રજાલક્ષી સુવિધાઓ ,અરજીઓના ત્વરીત નિકાલ માટે સેવાસેતુ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે.જેમાં વિવિધ કચેરીઓના અધિકારી, કર્મચારીઓ કોમ્પ્યુટરરાઇઝ સુવિધા સાથે કાર્યક્રમમાં આખો દિવસ વ્યસ્ત રહેતા જેતે કચેરીઓમાં કામઅર્થે જતા અરજદારોને અટવાઇ રહ્યા છે.

જેમાં શુક્રવારે મહેસાણા મામલતદાર કચેરીની પુરવઠા શાખાના કાઉન્ટર આગળ ગોજારીયામાં સેવાસેતુ કાર્યક્રમ હોવાથી રેશનકાર્ડને લગતી કામગીરી બંધની સુચના ચીપકાવી દેવામાં આવી હતી.અહિયા બપોરે આખજ ગામથી આવેલા યુવાન ભીખાજી ઠાકોરે કહ્યુ કે, પિતાના અંગૂંઠામાં સ્ક્રેચના કારણે નિશાન મળતા સસ્તા અનાજની દુકાનેથી કાર્ડ પર રાશન મળી શકે એટલે તેમની જગ્યાએ રેશનકાર્ડમાં મારા અંગૂઠા નિશાન કરાવવા આવ્યો હતો પણ અહિયા કોઇ નથી એટલે ધક્કો પડ્યો છે ,સોમવારે ફરી આવીશું.

મામલતદાર કચેરીના સુત્રોએ જણાવ્યુ હતું કે, રેશનકાર્ડ ,એટીવીટીની કીટ સાથે સેવાસેતુ કાર્યક્રમમાં કર્મચારીઓ કામગીરીમાં રોકાયેલા હતા એટલે કચેરીમાં આજે રેશનકાર્ડની કામગીરી બંધ રહી હતી.જ્યાં એટીવીટીમાં બે,ત્રણ કર્મીઓથી રાબેતા મુજબ ચાલુ રખાયુ હતું.



અન્ય સમાચારો પણ છે...