તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણાના સાયક્લિસ્ટો આજે 600 કિ.મી.ની યાત્રા કરશે

મહેસાણાના સાયક્લિસ્ટો આજે 600 કિ.મી.ની યાત્રા કરશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણાનીઈન્ડિયન સાયકલ ક્લબ દ્વારા પ્રથમવાર આયોજીત 600 કિમીની બીઆરએમ અંતર્ગત શનિવારે સવારે 15 સાયક્લિસ્ટો રાજસ્થાનના પાલી સુધીની સાયકલયાત્રા માટે રવાના થશે. સાથે 400 કિમીની સાયકલ યાત્રાનો પણ પ્રારંભ થશે.

મહેસાણા તબીબો સહિત મિત્રોએ બનાવેલી ઈન્ડિયન સાયકલ ક્લબના સભ્યો પોતે નિયમિત સાયકલિંગ કરે છે તેમજ સાયકલિંગથી સ્વસ્થ્યને થતા ફાયદા અંગે જાગૃતિ લાવવના પ્રયાસ પણ કરે છે. તાજેતરમાં ક્લબના સભ્યોએ અમદાવાદ ખાતે યોજાયેલી સાયક્લોથોનમાં પણ સફળતા મેળવી હતી.

ક્લબના સભ્યોએ ફ્રાન્સમાં યોજાતી બીઆરએમ સાયક્લિંગ ઈવેન્ટની પ્રથમવાર મહેસાણામાં શરૂઆત કરી છે. જે અંતર્ગત 1લી નવેમ્બરે 200 કિમીની, 6 ડિસેમ્બરે 300 કિમીની તેમજ 28મી ડિસેમ્બરે 400 તથા 200 કિમીની બીઆરએમ પૂરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...