• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મોઢેરામાં વિશ્વ વારસાનું ક્યુ સ્થળ છે ? તલાટી કમ મંત્રીની પરીક્ષામાં પૂછાયું

મોઢેરામાં વિશ્વ વારસાનું ક્યુ સ્થળ છે ? તલાટી કમ મંત્રીની પરીક્ષામાં પૂછાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા જિલ્લામાં 105 કેન્દ્રે પર પરીક્ષા યોજાઇ, તલાટી બનવા 26,124 પરીક્ષા આપી,14558 ઉમેદવાર ગેરહાજર રહ્યા

તલાટીકમ મંત્રીની જગ્યા માટે રવિવારે યોજાયેલી જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાના 100 પ્રશ્નો પૈકી એક પ્રશ્ન મોઢેરા(ગુજરાત)માં વિશ્વ વારસાનું ક્યુ સ્થળ આવેલુ છે ? પ્રશ્ન ωપૂછાયો હતો. જવાબમાં સૂચવેલા ચાર વિક્લપ પૈકી સૂર્યમંદિર સાચો જવાબ હોવાથી ઉત્તર ગુજરાતના મોટાભાગના ઉમેદવારો માટે પરીક્ષામાં પ્રશ્ન સહેલો બની રહ્યો હતો. 60 મીનીટમાં 100 પ્રશ્નોના ઉત્તર સુચવવાની પરીક્ષામાં મહેસાણા જિલ્લાના 105 સેન્ટરમાં કુલ 40,682 પૈકી 26,124 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.

મહેસાણા જિલ્લામાં 90 જગ્યા માટે સવારે 11થી 12 દરમિયાન વિવિધ શાળા કેન્દ્રોમાં ઉમેદવારોની પરીક્ષા યોજાઇ હતી. જેમાં દૂરના અંતરેથી આવતા કેટલાક ઉમેદવારોનો સવારે 10.50 સુધી સેન્ટરમાં ઘસારો જોવા મળ્યો હતો.ટી.જે હાઇસ્કુલ અને અર્બન ગલ્સ સ્કુલેથી પરીક્ષા આપી બહાર નિકળતા ઉમેદવારો હળવાફુલ જોવા મળ્યા હતા. જોકે કોમર્સના કેટલાક ઉમેદવારોને ગુજરાતી વ્યાકર તો સાહિત્યના ઉમેદવારોને ગાણિતીક પ્રશ્નો અઘરા લાગ્યા હતા.સતલાસણાના મોટીભાલુના રોહીત ચૌધરી તેમજ રણછોડ ઠાકોરે કહ્યુ કે, પેપર એકંદરે સહેલુ હતું.

મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરમાં 50 ટકાથી વધુ ઉમેદવાર ગેરહાજર

મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરૂષની 23 જગ્યા માટે મહેસાણાની પરા સ્કુલમાં બપોરે 3 થી 4 દરમ્યાન યોજાયેલ પરીક્ષામાં કુલ 433 ઉમેદવાર પૈકી માત્ર 155 ઉમેદવારે પરીક્ષા આપી હતી.જ્યારે 288 ઉમેદવાર ગેરહાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...