તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • સંમેલનમાં શાંતિ માટે આવેલી પોલીસ બસે અશાંતિ સર્જી, ગોપીનાળામાં ફસાતાં

સંમેલનમાં શાંતિ માટે આવેલી પોલીસ બસે અશાંતિ સર્જી, ગોપીનાળામાં ફસાતાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંમેલનમાં શાંતિ માટે આવેલી પોલીસ બસે અશાંતિ સર્જી, ગોપીનાળામાં ફસાતાં 25 મિનીટ સુધી ધમાલ ચાલી, ટ્રાફીક જામ

મહેસાણામાં 28મીના મહિલા સંમેલનમાં બંદોબસ્ત જાળવવા ગોધરાથી મહિલા પોલીસનો કાફલો લઈને આવેલી પોલીસ બસ નં.જીજે-17-જી-5119 શુક્રવારે બપોરે ગોપીનાળામાં ફસાતાં તંત્ર શબ્દાર્થમાં ભેખડે ભરાયું હતું. બપોરે 1-50 વાગ્યે બસ ફસાતાં પાછળ ટ્રાફિક જામ થયો હતો અને ધાંધલ-ધમાલ સર્જાઈ હતી. બે ત્રણ ટ્રાફિક કોન્સ્ટેબલો પરિસ્થિતિ થાળે પાડવા સતત 25 મિનિટ મથ્યા હતા. બસની ઉપર ગોઠવેલા પલંગો નીચે ઉતારવા પડ્યા હતા. કારણ કે, બસ આગળ કે પાછળ ખસકી શકે એમ હતી. પલંગો ઉતારાયા બાદ 2.15 કલાકે બસ રિવર્સમાં લેવામાં આવી ત્યારે બસમાં બેઠેલી મહિલા પોલીસની સાથોસાથ ફસાયેલા વાહનચાલકોએ હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...