તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોરાદમાં ટ્રોલી સાથે કાર અથડાતા મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોરાદરોડ પર ગુરૂવારે બપોરે રોડ સાઇડમાં મુકેલ ટ્રેકટરની ટ્રોલી સાથે કાર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં તેના ચાલકનું બનાવ સ્થળે મોત નિપજ્યું હતું.આ અંગે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ગુનો નોધાતા પોલીસે પંચનામા સહિતની કાર્યવાહી હાથધરી છે.

સિધ્ધપુર તાલુકાના ચંદ્વાવતીગામના અલ્પેશભાઇ ડાહ્યાભાઇ પટેલ કોઇ કામસર મહેસાણા તરફ ગયા હતા.ગુરૂવારે બપોરે તેઓ તેમના મિત્ર સાથે જીજે.18એ.એ.4142 નંબરની કારમાં ઘરે પરત જવા નીકળ્યા હતા.તેમને પુરઝડપે પસાર થઇ રહેલી કાર મહેસાણા તાલુકાના ગોરાદગામે રોડની સાઇડમાં પડેલ ટ્રેકટરની ટ્રોલી સાથે ધડાકાભેર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં કાર ચાલક અલ્પેશભાઇને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી.

જોકે, ઇજાગ્રસ્તને સારવાર માટે લઇ જવાય તે પહેલા તેમનું મોત નિપજ્યું હતું.

રામપુરા ચોકડી નજીક જીપ અને કાર વચ્ચે અકસ્માત

મહેસાણાનજીક રામપુરા ચોકડી પાસે પુરઝડપે જઇ રહેલ જીજે.02એક્સ.એક્સ.9002 નંબરના બોલેરો પીકઅપ ડાલાના ચાલકે સામેથી આવી રહેલી મારૂતિવાનને ટક્કર મારી અકસ્માત સર્જયો હતો.અકસ્માતમાં બે વ્યિકતઓને ઇજા થતા સારવાર માટે ખસેડ્યા હતા.આ અંગે સંજયસિંહ વિહાજી વાઘેલાએ ફરિયાદ કરી હતી. જેના આધારે તપાસ ચાલી રહી છે.અન્ય સમાચારો પણ છે...