તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખારામાં બાઇક અથડાતાં દેરાણી- જેઠાણીને ઇજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાતાલુકાના ખારા ગામ પાસે ખેતરેથી ઘરે જઇ રહેલી દેરાણી- જેઠાણીને બાઇક ચાલકે ટક્કર મારતાં બંને જણાને ઇજા થઇ હતી. જેમાં એક મહિલાને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ લઇ જવાઇ હતી. બનાવ અંગે સાંથલ પોલીસ સ્ટેશનમાં બાઇકચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

ખારા ગામનાં અંબાબેન લવજીભાઇ ચૌધરી અને તેમના જેઠાણી સુરજબેન ચૌધરી શુક્રવારે બપોરે 1 વાગ્યાના અરસામાં ખેતરેથી પરત ઘરે જતાં હતાં. ત્યારે રસ્તામાં ગોગા બાપજીના મંદિર પાસે પૂરઝડપે નીકળેલા બાઇક (જેજી 02 એકે 1847)ના ચાલકે બંનેને અડફેટે લેતાં ઇજા થઇ હતી. જેમાં સુરજબેનને ડાબા પગના ઘૂંટણના ભાગે ફ્રેક્ચર થતાં તેમજ માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં દવાખાને સારવાર માટે ખસેડાયા હતા. બનાવ અંગે ઇજાગ્રસ્ત અંબાબેન ચૌધરીએ સાંથલ પોલીસ સ્ટેશનમાં બાઇકચાલક ખારા ગામના રાજુજી બલુજી ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...