તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ , હિંમતનગર, મહેસાણા સહિત સમગ્ર રાજ્યમાં

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ , હિંમતનગર, મહેસાણા સહિત સમગ્ર રાજ્યમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ , હિંમતનગર, મહેસાણા સહિત સમગ્ર રાજ્યમાં 10 હજારથી વધારે લોકોને પ્લોટિંગની સ્કીમો તેમજ ત્રીસ મહિને ડબલ પૈસા કરી આપવાની લોભામણી લાલચ આપી લોકોના કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવી શુગન ગ્રૂપના સંચાલક મનીષ શાહ તેની પત્ની ગીતા શાહ, શૈલેષ મકવાણા તેમજ યોગેન્દ્ર રામી ફરાર થઇ ગયા છે.

આરોપીઓ આર્થિક રીતે સધ્ધર હોવાથી વિદેશ ભાગી ના જાય તે માટે સીઆઇડી ક્રાઇમે તેમના વિરુદ્ધ લુક આઉટ નોટિસ જારી કરી છે. જેના કારણે અમદાવાદ અથવા વડોદરામાં છૂપાયા હોવાની પ્રબળ શંકા સેવાઇ રહી છે.

પોલીસ આરોપીઓને શોધવા માટે ત્રણ ટીમો બનાવી છે, જેમાં હિંમતનગર,અમદાવાદ અને વડોદરામાં શોધખોળ હાથ ધરી છે.

નોંધનીય છે કે આરોપી શૈલેષ મકવાણા અગાઉ વેજલપુર વિસ્તારમા છૂપાયો હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. કૌભાંડીઓએ કરોડોનું ફૂલેકું ફેરવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...