• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • નાયક સમાજના યુવાનો દ્વારા યુવા સંગઠનના હેતુથી યોજાયેલી ક્રિકેટ ટૂર્નામેન્ટનું સમાપન

નાયક સમાજના યુવાનો દ્વારા યુવા સંગઠનના હેતુથી યોજાયેલી ક્રિકેટ ટૂર્નામેન્ટનું સમાપન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણામાંઅસાઇત સેવા સંસ્થા દ્વારા આયોજિત નાયક, ભોજક ,વ્યાસ સમાજ યુવા સંગઠનના હેતુથી યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજ્યના વિવિધ વિસ્તારમાંથી સમાજના યુવાનોની 24 ટીમો જોડાઇ હતી.આ ટુર્નામેન્ટમાં રવિવારે અમદાવાદના આંગણજ અને કલોલના પાનસર નજીક કોઠા ગામની ટીમ વચ્ચે રોચક ફાઇનલ મુકાબલામાં કોઠા ગામની ટીમ વિજેતા બની હતી.

પાલાવાસણા નજીક મેદાનમાં ફાઇનલ મેચ બાદ સમારોહમાં અસાઇત સેવા સંસ્થાના પ્રમુખ પંકજ નાયક, હર્ષ ભોજક,બીરજુ નાયક, અશોક નાયક સહિતના હસ્તે વિજેતા ટીમને ટ્રોફી તેમજ મેન ઓફ ધી મેચ અને સીરીઝ ટીમને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા. અત્રે તમામ ટીમને પુરસ્કૃત કરી પ્રોત્સાહિત કરવામાં આવી હોવાનું સંસ્થા પ્રમુખે જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...