તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • શહેરના રાજમહેલ રોડ અને માર્કેટયાર્ડ પાસે ગોઠવાયેલ પાથરણા,લારીઓમાં કપડા, કટલરી સામાનનો છૂટક વેપ

શહેરના રાજમહેલ રોડ અને માર્કેટયાર્ડ પાસે ગોઠવાયેલ પાથરણા,લારીઓમાં કપડા, કટલરી સામાનનો છૂટક વેપાર પણ થતાં ધંધાને મોટી અસર પહોંચી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણામાંદર રવિવારે ભરાતા ગુજરી બજારમાં પણ નોટબંધીની અસર જોવા મળી રહી છે.પખવાડીયા પહેલાના રવિવારે બજારમાં ખરીદી માટે લોકોનો ઘસારો રહેતો તે નોટબંધી પછી ખાસ્સો ઘટી જતા રસ્તા પરના રવિવારીયા બજારમાં ઓછો થયો છે.પાથરણા,લારીઓમાં નાની ચીજવસ્તુઓ વેચાણ કરતા છૂટક વેપારીઓ કહે છે,પાછલા બે રવિવારથી વેપારમાં બરકત નથી.પહેલા લોકો એક વસ્તુ લેવા આવ્યા હોય તો સસ્તામાં બીજી બે વસ્તુ છૂટથી ખરીદી લેતા હતા.હવે છુટ્ટા પૈસાના કારણે ખરીદીમાં 50ટકા નો ઘટાડો આવ્યો છે.

શહેરના રાજમહેલ રોડ પર રવિવારે ભરાયેલ ગુજરી બજારમાં ફુવારા નજીક છેલ્લા 30વર્ષથી કપડાના લારીધારક નારણભાઇ પ્રજાપતિએ કહ્યુ કે,આટલા વર્ષોમાં પહેલીવાર મંદીની અસર જેવુ લાગી રહ્યુ છે.નોટબંધી પહેલાના રવિવારમાં રૂા.બેહજાર વકરો રહેતો હતો જે હવેઘટીને રૂા.200થી 500 થઇ ગયો છે.રૂા.બેહજારની નોટમાં છુટ્ટાની મુશ્કેલી રહે છે.જ્યારે પેન્ટ,શર્ટ સહિત કપડાનું વેચાણ કરતા મોહનભાઇ દેવીપૂજકે રહ્યુ કે,બજાર સાવ મંદુ પડી ગયુ છેે.

જ્યારે માર્કૈટયાર્ડ પાસેના ગુજરી બજારમાં મહેશભાઇ પટ્ટણીએ જણાવ્યુ કે,ગરમજાકીટ,કોટ,વગેરે કપડાનો રૂા.1.5લાખનો માલ ભરેલો પડ્યો છે.ખરીદી ઓછી રહે છે.જ્યારે સલીમભાઇ મલેકે કહ્યુ કે, બજારમાં જાણે રૂપીયો ફરતો નથી તેવુ લાગે છે.

ધમધમતા ગુજરી બજારમાં લોકોની પાંખી હાજર જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...