તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણામાં 23 ATM બંધ રહ્યા નાણાં ઉપાડવા લોકોની રઝળપાટ

મહેસાણામાં 23 ATM બંધ રહ્યા નાણાં ઉપાડવા લોકોની રઝળપાટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવિવારની રજાયે પૈસાની રામાયણમાં પૂરી થઇ ગઇ

શનિવારબાદ રવિવારની જાહેર રજાથી બેંકો બંધ રહેતાં નાણાં ઉપાડવા લોકો માટે એટીએમ એકમાત્ર આધાર હતો. પરંતુ મહેસાણા શહેરના અધિકાંશ એટીએમ બંધ હોઇ રૂ.બે હજાર ઉપાડવા માટે લોકોએ ચક્કર કાપવાનો વારો આવ્યો હતો. તેમ છતાં કેશનો મેળ પડ્યો નહોતો. જ્યારે જેલરોડ પર રોટરી ભવન પાસે અને હાઇવે પરના એસબીઆઇ એટીએમમાંથી રૂ.બે હજારની નોટ સાંજે 5 વાગ્યા સુધી મળી હતી. ત્યારપછી બંને એટીએમ પણ કેશ વિના બંધ થઇ ગયા હતા. જેને કારણે લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

જેલરોડ રોટરી ભવન પાસે એસબીઆઇના એટીએમમાં સાંજે 5 વાગ્યે કેશ પૂરી થઇ જતાં લાઇનમાં રહેલા કેટલાકને ખાલી હાથે પરત જવુ પડ્યુ હતું. જ્યાં શશીકાન્તભાઇએ કહ્યુ કે, હાઇવે સુધી જઇ આવ્યો પણ બધા એટીએમ બંધ છે. અહીં પણ ફેરો પડ્યો.

} ખાતામાં રૂ.56 હજાર છે, પણ શું કામના?

^ખાતામાંરૂ.56 હજાર પડ્યા છે, પણ હાલ શું કામના?. પાલનપુર કાકાની દીકરી બીમાર હોઇ જવું છે, ખિસ્સામાં રૂ.500 પડ્યા છે, વધુ જરૂર હતી, પણ એટીએમમાં કેશ નથી. > બાબુભાઇસોલંકી, રેલવેકોલોની

} વડોદરા જવું છે, પણ ભાડાના છુટ્ટા નથી

^વડોદરાજવું છે, મુસાફરી માટે પૈસાની જરૂર હતી, પણ એટીએમમાં કેશ નથી. રૂ.બે હજારના છુટ્ટા મેળવવામાં મુશ્કેલી પડે છે. > ભાનુપ્રસાદજોષી, હાઇવેએસબીઆઇ એટીએમ પર

અન્ય સમાચારો પણ છે...