તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મોઢેરા રોડ પર દોઢ મહિનાથી વહેતા ગંદા પાણીથી રાહદારીઓ ત્રાહિમામ્

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોઢેરા રોડ પર દોઢ મહિનાથી વહેતા ગંદા પાણીથી રાહદારીઓ ત્રાહિમામ્

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનામોઢેરા રોડ પર વરસાદી પાણીની લાઈનમાં કરાયેલાં ગેરકાયદે ગટર જોડાણોનું ગંદુ પાણી ઊભરાઈને રોડ પર વહેતું હોઈ સ્થાનિકો તેમજ રાહદારીઓ છેલ્લા દોઢ મહિનાથી ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે.

મહેસાણાના મોઢેરા રોડ પર માર્ગ અને મકાન વિભાગ હસ્તકની વરસાદી પાણીની લાઈનમાં કેટલાંક રહેણાંક, હોટલો દ્વારા ગેરકાયદે ગટર જોડાણ કરી દેવાયાં છે. રોડ પહોળો કરવાની તેમજ નવી પાઈપલાઈન નાખવાની કામગીરી થઈ રહી છે ત્યારે જૂની ચોકઅપ થઈ ગયેલી લાઈનમાંથી સુવર્ણધામ ફ્લેટ નજીકની કુંડીમાંથી ગટરનું ગંદુ પાણી રોડ પર વહી રહ્યું છે. છેલ્લા દોઢ માસથી રોડ પર વહેતા ગંદા પાણીના કારણે વિશ્વકર્મા ધામમાં આવતા ભાવિકો, આસપાસના દુકાનદારો તેમજ રાહદારીઓમાં ભારોભાર રોષ વ્યાપ્યો છે. વિશ્વકર્માધામના સંચાલકોએ વિવિધ કક્ષાએ કરેલી રજૂઆતો પણ ધ્યાને લેવાતી નથી. ગેરકાયદે કરાયેલાં ગટર જોડાણના કારણે સર્જાયેલી સમસ્યા ઉકેલવા માર્ગ મકાન કે પાલિકા તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાતાં હોઈ લોકોમાં રોષ સાથે તર્કવિતર્કો સર્જાયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો