તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • જિલ્લાની 822 માંથી 82 ઉચ્ચ પ્રા. શાળાઓ ઈન્ટરનેટ સુવિધાથી વંચિત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લાની 822 માંથી 82 ઉચ્ચ પ્રા. શાળાઓ ઈન્ટરનેટ સુવિધાથી વંચિત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણાજિલ્લાની 822 ઉચ્ચતર પ્રાથમિક શાળાઓ પૈકી 693માં ઈન્ટરનેટ સુવિધા છે, જ્યારે 47માં અઠવાડિયામાં શરૂ થશે. જો કે, 82 શાળાઓ એવા ગ્રામ્ય વિસ્તારમાં છે જ્યાં હાલમાં ફીઝીબિલિટીના અભાવે ઈન્ટરનેટ સુવિધા શરૂ કરી શકાઈ નથી.

મહેસાણા જિલ્લામાં કુલ 822 ઉચ્ચતર શાળાઓ છે. જેમાં આધાર ડાયસ ઓનલાઈન, ખેલમહાકુંભ રજીસ્ટ્રેશન, એનએનએમએસ શિષ્યવૃત્તિ ફોર્મ ભરવા જેવી પ્રક્રિયા ઓનલાઈન કરવાની થતી હોઈ ઈન્ટરનેટ સુવિધાની જરૂરિયાત રહે છે. સરકાર દ્વારા ઈન્ટરનેટ સુવિધા માટે વાર્ષિક રૂ.6000ની ગ્રાન્ટ આપવામાં આવે છે, જેમાં બીએસએનએલનું કનેક્શન છે ત્યાં પ્લાન મુજબ રૂ.8427ની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. નવેમ્બર 2015 સુધી શાળાઓમાં બીએસએનએલ કે વોડાફોનનું ઈન્ટરનેટ કનેક્શન લેવાની મંજુરી હતી. જેથી માત્ર 352 શાળાઓમાં સુવિધા પહોંચી શકી હતી. પરંતુ ડિસેમ્બર 2015થી સરકારે જેનું કવરેજ મળતું હોય તેવી કોઈપણ ખાનગી કંપનીનું કનેક્શન લેવાની પણ છૂટ આપી જેના કારણે અત્યાર સુધીમાં કુલ 693 શાળાઓમાં ઈન્ટરનેટ સુવિધા શરૂ થઈ શકી છે. જે પૈકી 359 શાળાઓમાં બીએસએનએલનું કનેક્શન છે. વધુ 47 શાળાઓમાં અઠવાડિયામાં સુવિધા શરૂ થવાની છે. જે સાથે કુલ 740 શાળાઓ ઈન્ટરનેટ સુવિધાથી સજ્જ બનશે. પરંતુ જિલ્લાની 82 શાળાઓ એવી છે જ્યાં ઈન્ટરનેટ કનેક્શન માટેની ફીઝીબિલિટી હોઈ (કોઈ કંપનીનું ઈન્ટરનેટ ચાલે તેવું કવરેજ) હોઈ શાળાઓ ઈન્ટરનેટથી વંચિત છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જી.ડી.પટેલે જણાવ્યું હતું કે, બીએસએનએલના અધિકારીઓ સાથે સંકલન કરીને બાકીની શાળાઓમાં પણ ઈન્ટરનેટ સુવિધા શરૂ કરવાનો પ્રયાસ કરીશું અને જરૂર પડ્યે બાબતે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરીશું.

ઈન્ટરનેટ હોય ત્યાં તાલુકા કક્ષાએ કામગીરી થાય છે

સર્વશિક્ષા અભિયાનના ડિસ્ટ્રીક્ટ એમઆઈએસ દિનેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ઈન્ટરનેટ સુવિધા બાકી છે ત્યાં કોઈપણ કનેક્શનની ફિઝીબિલિટી મળતી થશે અને તેમની રજૂઆત આવશે એટલે ગ્રાન્ટ ફાળવીને સુવિધા શરૂ કરી દેવાશે. હાલમાં આવી શાળાઓની ઓનલાઈનને લગતી કામગીરી તાલુકા કક્ષાએ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો