તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • આજે મહેસાણાનો ‘હેપ્પી બર્થડે’ નવચંડી યજ્ઞ, લોકડાયરો યોજાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે મહેસાણાનો ‘હેપ્પી બર્થડે’ નવચંડી યજ્ઞ, લોકડાયરો યોજાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તોરણવાળી માતાજીની સાક્ષીએ મેસાજીએ વિક્રમ સંવત 1414ના ભાદ્રપદ સુદ 10એ તોરણ બાંધી શહેર વસાવ્યું’તુ

મહેસાણાશહેરના 659મા સ્થાપના દિવસ નિમિત્તે સોમવારે નગરપાલિકા દ્વારા સાત સ્થળે રોશની કરવામાં આવી છે, જ્યારે તોરણવાળી માતા મંદિરમાં સોમવારે નવચંડી યજ્ઞ તેમજ રાત્રે લોકડાયરો યોજવામાં આવશે.

કવિ જયસિંહ બ્રહ્મભટ્ટે લખેલા કવિતા સંગ્રહમાં કરાયેલા ઉલ્લેખ મુજબ વિક્રમ સંવત 1414ના ભાદ્રપદ સુદ 10ના રોજ તોરણવાળી માતાની સાક્ષીએ ‘તોરણ’ બાંધી ચાવડા રાજપૂત મેસાજીએ મહેસાણા વસાવ્યું હતું. બ્રહ્મભટ્ટોનાં કુળદેવી તોરણવાળી માતાજી મંદિરના ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ભાદરવા સુદ દસમે શહેરના સ્થાપના દિવસ નિમિત્તે નવચંડી યજ્ઞ કરવામાં આવે છે. વર્ષે પણ સોમવારે નવચંડી યજ્ઞ કરાશે તેમજ રાત્રે તોરણવાળી માતાના ચોકમાં લોકડાયરો યોજાશે. શહેરના જન્મ દિવસ નિમિત્તે યોજાનારા કાર્યક્રમોમાં જિલ્લા કલેક્ટર, પાલિકા પ્રમુખ સહિત અનેક મહાનુભાવો હાજર રહેશે.

મહેસાણા નગરપાલિકા દ્વારા નગરપાલિકા ભવન, ટાઉનહોલ, પાલિકા હસ્તકના સિન્ધી માર્કેટ, રાજમહેલ રોડ પરનું શોપિંગ સેન્ટર, ગાંધી શોપિંગ સેન્ટર, રાધનપુર સર્કલ તેમજ મોઢેરા સર્કલે આકર્ષક રોશની કરાઈ છે તેમજ અન્ય સંસ્થાઓને પણ રોશની કરવાની અપીલ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો