તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • પાલિકા વિસ્તારના સંજયનગરમાં પણ શૌચાલયની કામગીરી અધૂરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકા વિસ્તારના સંજયનગરમાં પણ શૌચાલયની કામગીરી અધૂરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણાનગરપાલિકા વિસ્તારમાં વ્યક્તિગત શૌચાલયોની અધુરી કામગીરીનું કૌભાંડ બહાર આવ્યા બાદ પણ પાલિકાએ નોટિસ આપવા સિવાય કોઈ પગલાં નથી લીધાં ત્યારે શહેરના ઉચરપી રોડ પર આવેલા સંજયનગરમાં પણ છેલ્લા એકાદ વર્ષમાં બનેલાં શૌચાલયોનું કામ અધૂરું હોવાનું ખુલ્યું છે. અહીં એક લાભાર્થી તો એવા છે જેમની પાસેથી ડોક્યુમેન્ટ લેવાયાં છે અને શૌચાલયના નામે માત્ર એક બારણું આપવામાં આવ્યું છે.

કેટલાંક શૌચાલયોમાં પાણીની ટાંકી, પાણી કનેક્શન, શોષખાડો કે ગટર કનેક્શન આપવા સહિત અધૂરી કામગીરી છે. ક્યાંક શૌચાલયોનો સ્ટોરરૂમ તરીકે ઉપયોગ થઈ રહ્યો છે તો ક્યાંક લાભાર્થીએ સ્વખર્ચે કામગીરી પૂર્ણ કરી શૌચાલય વાપરવાનું શરૂ કર્યું છે.

ઈંટો ઉપાડવાના 300 રૂપિયા આપ્યા હતા

ઈંટોદૂર ઉતારેલી હોઈ તે ઉપાડવાનું અમને કહ્યું હતું, મારી તબિયત સારી હોઈ રૂ.300 મજૂરી આપી એટલે ઈંટો લાવીને જેવું તેવું બનાવી દીધું, સેફ્ટી ટેન્ક, શોષખાડો, ગટર જોડાણ, પાણીની ટાંકી પણ નથી.

>તારાબેન ઠાકોર

અહીં કેટલાય ઘરોમાં શૌચાલયો પહેલાંથી છે, છતાં યોજનામાં બહારના ભાગે બીજાં શૌચાલયો બનાવ્યાં છે. ઉપરાંત બે માળની માલિકી જૂદીજૂદી હોઈ બબ્બે શૌચાલયો બનાવ્યાં હોવાનું પણ બન્યું છે.

કામપૂરું નથી થયું કેવી રીતે ઉપયોગ કરીએω

અમારીતથા અમારા પાછળની લાઈનમાં મળીને આઠ શૌચાલયો બનાવ્યાં છે તેમાં કોઈને પણ શોષખાડો, સેફ્ટી ટેન્ક, પાઈપનું જોડાણ, પાણીની ટાંકી કે પાણી લાઈન પણ નથી નાખી, ખાડા પણ ખુલ્લા છે. શૌચાલયના મરઘામાંથી પાઈપ નથી નાખી તો કેવી રીતે ઉપયોગ કરીએω

>ભાગેશ્રીબેન રાજવાણી

ઘરમાં શૌચાલય હોવા છતાં યોજનામાં બીજાં બનાવ્યાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો