તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • છુટ્ટા પૈસાની માથાકૂટમાંથી શોધાયા વ્યવહાર માટેના ‘વ્યાવહારિક’ નુસખા

છુટ્ટા પૈસાની માથાકૂટમાંથી શોધાયા વ્યવહાર માટેના ‘વ્યાવહારિક’ નુસખા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાનાં વિપુલાબેન પટેલ, કિંજલ પટેલ, મોનાબેન પ્રજાપતિનું કહેવું છે કે, મોટા બ્યુટી પાર્લરોમાં જવાનું ટાળી સોસાયટીમાં ઘરગથ્થુ ચાલતાં પાર્લરમાં ઓછા ખર્ચે આઇબ્રો સહિતનું સૌંદર્યને લગતુ કામ કરાવીએ છીએ.

બ્યુટીપાર્લરનો ખર્ચ બચાવવા ઘરગથ્થુ આઇબ્રોથી સંતોષ

6

પાટણના ભીખીબેન ધનજીભાઇ પરમારે કહ્યું કે, દિવાળીમાં પૈસા વપરાઇ ગયા પછી ભારે થઇ. દૂધ શાકભાજી ખરીદીમાં અડધો અડધ કાપ મૂકવો પડ્યો. કરિયાણામાં પણ આડોશ પડોશમાં આલવા મેલવાના વ્યવહારો કરીએ છીઅે.

આડોશ પાડોશમાં આલવા મેલવાથી વ્યવહાર ચાલે છે

2

આંબલિયાસણના વિષ્ણુભાઇ પટેલ એક સપ્તાહથી શાકભાજી માર્કેટ યાર્ડમાં નહીં, પરંતુ મહેસાણાની રાધનપુર, મોઢેરા રોડ પર આવેલી સોસાયટીઓમાં પોસાય તેવા ભાવે હાથોહાથ શાકભાજી વેચીને મૂડી ઉભી કરી રહ્યા છે.

ખેડૂત શાકભાજી વેચવા સોસાયટીમાં પહોંચ્યા

3

અલકાપુરીના ભાવિન ખત્રીએ જણાવ્યું કે, ચાલુ એટીએમે રાત્રે 12 પહેલા અને 12 વાગ્યા પછી તારીખ બદલાતાં ફરીથી કાર્ડનો ઉપયોગ કરી પૈસા કાઢી લેવાના ! દર બે દિવસે ઓછામાં ઓછા ચાર હજાર એક સાથે મળી રહે છે.

એટીએમમાં મધ્યરાત્રિએ બે વખત પૈસા ઉપાડવાના !

5

ભારતીબેન પટેલ, શર્મિષ્ઠાબેન મહેતા વગેેરેએ રૂ. 1000 કે 2000ના છુટા નાણા એકબીજાને અંદરો-અંદર આપીને ખર્ચને પહોંચી વળવા પ્રયાસ કર્યો છે. કેટલાક કિસ્સામાં મહિલાઓ હાથઉછીના છુટા નાણાં લઇ ઘર ચલાવી રહી છે.

એકબીજાને ઉછીના નાણાં આપીને છુટ્ટાનો હલ શોધ્યો

સહિયારામાં સવલત શોધી, છુટ્ટા પૈસાની આપ-લેથી વ્યવહાર સાચવ્યા

અન્ય સમાચારો પણ છે...