મહેસાણા-આગલોડની બસ બંધ કરાતા લોકોને હાલાકી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા-આગલોડબસ બંધ કરાયા બાદ મુસાફરોને મુસાફરી પાસ હોવા છતાં ખાનગી વાહનોમાં જવાની ફરજ પડતા મુશ્કેલીઓ ભોગવવી પડે છે. મહેસાણા જિલ્લાના ડેપોમાં અન્ય વપરાશ સહિત 36 કંડક્ટર અને 15 ડ્રાઇવની ઘટ થઇ.

બાબતે મુસાફરો દ્વારા વારંવાર મહેસાણા ડેપોના ડેપો મેનેજરને રજૂઆત કરાઇ હોવા છતા કોઇ યોગ્ય નિકાલ આવતા કોલવડાના જયેશભાઇ પટેલે મહેસાણા ડેપો મેનેજરને અને મહેસાણા વિભાગીય કચેરીમાં લેખિત રજૂઆત કરાઇ બસ શરૂ કરવા માંગ કરાઇ હતી.

6 કંડક્ટરો અને 15 ડ્રાઇવરોની ઘટ- મેનેજર એસ.એસ.પટેલે

ડેપોમેનેજર એસ.એસ.પટેેલે જણાવ્યું કે અન્ય વપરાશ સહિત 36 કંડક્ટરો અને 15 ડ્રાઇવરોની ઘટ છે. જેમાં મહેસાણા-આગલોડ બસ નહી પણ તે સિવાય ઘણી બસો બંધ કરાઇ છે તથા સિવાય જે બસોના કંડક્ટર રજા પર હોય તો તે બસને પણ તે દિવસ માટે બંધ કરાય છે.

અન્ય સમાચારો પણ છે...