તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • કોંગ્રેસીઓની અટકાયત બાદ બપોરે મુક્ત, રાત્રે કેસની ફરિયાદ, વળી 4ની ધરપકડ

કોંગ્રેસીઓની અટકાયત બાદ બપોરે મુક્ત, રાત્રે કેસની ફરિયાદ, વળી 4ની ધરપકડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણામાં સાંસદ કાર્યાલયને તાળુ મારી બોર્ડ તોડવાની ઘટના

મહેસાણામાંસાંસદ જયશ્રીબેન પટેલના કાર્યાલય પર તાળુ ઠોકીને બોર્ડમાં તોડફોડ કરવાની ઘટનામાં પોલીસે રવિવારે રાત્રે 8.40 કલાકે 17 કોંગ્રેસીઓના નામજોગ 50ના ટોળા સામે સરકારી કામકાજમાં રુકાવટ સહિતના મુદ્દે ગૂનો નોંધ્યો છે. અા ફરિયાદ નોંધીને રાતોરાત જણાને તેમના ઘરેથી ઊઠાવી લીધા હતી. પ્રકરણ એટલા માટે ચર્ચાની એરણે ચઢ્યું છે કે, જે કિસ્સામાં પોલીસે રાત્રે ફરિયાદ નોંધી, કિસ્સામાં પોલીસ બપોરે 17 કાર્યકરોની અટકાયત કરીને મૂક્ત કરી ચૂકી હતી. મામલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કીર્તિસિંહ ઝાલાએ હાઇકોર્ટમાં જવાની વાત કરી છે.

નોટબંધીના વિરોધમાં રવિવારે કોંગ્રેસીઓએ સાંસદ કાર્યાલય પર હલ્લો કરીને બખેડો કર્યો પછી મહેસાણા પોલીસે કલમ-68 હેઠળ 17 જેટલા કોંગી આગેવાનોની અટકાયત કરી હતી. જે બધાને બપોરે બે વાગ્યે છોડી પણ દેવાયા હતા. અને અંગેની સ્ટેશન ડાયરીમાં નિયમાનુસાર નોંધ પણ કરાઇ હતી.

પછી પોલીસને જાણે, ક્યાંથી જ્ઞાન લાધ્યું કે, તો સરકારી કામકાજમાં રૂકાવટનો ગૂનો ગણાય. આથી, કોંગીઓને છોડ્યાના બરાબર 6.40 કલાક પછી રાત્રે 8.40 વાગ્યે એએસઆઇ શરીફખાન રસીદખાને 17 કોંગ્રેસી સહિત 50ના ટોળાની સામે ગુનો નોંધાવ્યો હતો. જેના આધારે, પોલીસે મોડી રાત્રે યુથ કોંગ્રેસી પ્રમુખ જીતુ નારણભાઇ ચૌધરી, કોષાધ્યક્ષ ખોડાભાઇ અંબારામ પ્રજાપતિ, મનિષ રાજગોર અને કૌશલ બારોટની તેમના ઘરેથી ધરપકડ કરી હતી.

બંને અલગ કેસો છે : એસપી

^ભાજપકાર્યાલય પર દેખાવ કરીને નિકળેલા કોંગ્રેસીઓને ડિટેઇન કરી મુક્ત કર્યા હતા પરંતુ સાંસદના કાર્યાલય પર બંદોબસ્ત પૂર્ણ થયા બાદ પોલીસકર્મીએ તોડફોડ સંબધે નોધાવેલી ફરિયાદને આધારે કોંગ્રેસી આગેવાનો વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરાઇ હતી. > ચૈતન્યમંડલિક, જિલ્લાપોલીસવડા

સાંસદ કાર્યાલયને નુકસાન કરવાના ગુનામાં પોલીસે 4 કોંગ્રેસી આગેવાનની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...