તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • જિલ્લામાં 5 હજાર સરકારી કર્મચારીઓ તેમજ પ્રાથમિક શિક્ષકો સહિતનો પગાર થતાં બેંકો અને પોસ્ટ ઓફિસમા

જિલ્લામાં 5 હજાર સરકારી કર્મચારીઓ તેમજ પ્રાથમિક શિક્ષકો સહિતનો પગાર થતાં બેંકો અને પોસ્ટ ઓફિસમાં ધસારો વધશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાજીલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ, સરકારી શિક્ષકોના પગાર તેમજ નિવૃત્ત કર્મીઓના પેન્શન પગાર આગામી તા.1થી 5 ડિસેમ્બરના અરસામાં થશે.બીજી તરફ હાલ બેંકોમાં રૂા.24હજારની લીમીટમાં પૈસા ઉપાડવાની છૂછટાટ છતાં કેશશોર્ટૈઝમાં રૂા.10હજાર મળી રહ્યા છે.હવે આવતા અઠવાડીયામાં સરકારી, ખાનગી કચેરીના કર્મચારીઓનો બેંકમાં પગાર થશે ત્યારે બેંકોમાં ઘસારો વધશે તેવા સંકેતો સાથે ઉપાડ કેટલો મળશે તેને લઇને લોકોમાં ચર્ચાનો દૌર શરૂ થવા લાગ્યો છે.

મહેસાણા જીલ્લા ટ્રેઝરીશાખાના સુત્રોના જણાવ્યા મુજબ જીલ્લામાં 5હજાર જેટલા કર્મચારીઓનો પગાર મહિનાના પહેલા અઠવાડીયામાં થાય છે.જ્યારે જીલ્લાની પ્રાથમિક શાળાના શિક્ષકોનો પગાર પણ અરસામાં થાય છે.આ ઉપરાંત તા1,2માં 8000પેન્સનરોનો કુલ રૂા.35 કરોડ પગાર થશે.નોટબંધી પછી માસીક પગાર થવાને માંડ ચાર,પાંચ્ દિવસ બાકી રહ્યા છે.હ ત્યારે ઘરેલુ ખર્ચ અને માસીક વ્યહવારો માટે બેંકમાં ખાતામાંથી નાણા ઉપાડવા ઘસારો વધશે તેને લઇને લોકોમાં અત્યારથી વિવિધ જાતની ચર્ચાઓનો દૌર ચાલુ થયો છે.બીએસએનએલના નિવૃત્ત કર્મચારી ગોવિદભાઇ દરજીએ જણાવ્યુ હતું કે,અત્યારસુધીના પગારમાં તો પોસ્ટઓફીસથી રોકડમાં ઉપાડી લેતા હતા.હવે ઉપાડમાં શુ થાય છે તે પગાર પછી ખબર પડશે.હાલ તો જરૂર મુજબ બેકમાં બે,ત્રણવાર ઉપાડ્યા અને ચાલ્યા કર્યુ છે.તો એક ખાનગી કંપનીનાના કર્મચારીએ જણાવ્યુ હતું કે,બેંકમાં હાલ ભીડ રહેતી હોય છે ત્યાં પગાર થશે એટલે ધરખર્ચમાં ઉપાડ કરવા જઇશુ ત્યારે આવી સ્થિતિ રહેવાની છે.પગારમાંથી 10 હજાર તો ગૃહિણીને ઘરખર્ચમાં આપવાના હોય, એટલી જરૂર રહેતી હોય છે. બાકી ફીલ્ડની નોકરીમાં ટ્રાવેલીગમાં ખર્ચ કંપનીનો પછી આપશે પણ પહેલા તેની વ્યવસ્થા તો પગારમાંથી ઉપાડ કરીને કરવી પડશે.

1 થી 5 ડિસેમ્બરમાં કર્મચારીઓના પગાર થશે પણ ઉપાડ લિમિટનું શું?

અન્ય સમાચારો પણ છે...