તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • યુનિ.ની કુમાર છાત્રાલયના 200 વિદ્યાર્થીઓ પરેશાન, ભોજનની થાળીઓ લઇ વહીવટી ભવન પાસે ધામા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુનિ.ની કુમાર છાત્રાલયના 200 વિદ્યાર્થીઓ પરેશાન, ભોજનની થાળીઓ લઇ વહીવટી ભવન પાસે ધામા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણખાતે યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી આદિજાતિ વિકાસ કુમાર છાત્રાલયમાં જમવાનું ગુણવત્તા વિનાનું અપાતું હોવા મુદ્દે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. બુધવારે બપોરે ભોજનનો ત્યાગ કરી થાળીઓ લઇને વહીવટી ભવન પાસેના બગીચામાં બેસી દેખાવો કર્યા હતા. બાદમાં ઉપકુલપતિને રજૂઆત કરાતાં તેમણે વિદ્યાર્થીઓની ફૂડ કમિટી બનાવી સમસ્યાનું નિરાકરણ લવાશે તેમ જણાવતાં મામલો થાળે પડ્યો હતો.

યુનિવર્સિટીની આદિજાતિ કુમાર છાત્રાલયમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા સહિત દૂરના અંતરેથી પાટણ ખાતે અભ્યાસ અર્થે આવેલા 200 જેટલા વિદ્યાર્થીઓ રહે છે. કતપુર ઇજનેરી, પાટણ ડિપ્લામા, યુનિ.માં એમએસસી, એમએ સહિતના વિવિધ અભ્યાસ કરીને છાત્રાલયમાં રહે છે. છાત્રોને બુધવારે સવારે ભોજન યોગ્ય લાગતાં થાળીઓ લઇને વહીવટી ભવન પાસેના બગીચામાં આવી બેસી ગયા હતા.

બાદમાં ઉપકુલપતિ ર્ડા.દીપુબા દેવડાને છાત્રોએ આવેદનપત્ર આપી ભોજનની સમસ્યા હલ કરવા માંગ કરી હતી.

વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, કથળેલા ભોજનના કારણે રાત્રીનું ભોજન લેવાનું ટાળતા હોય છે. ફૂડ કોન્ટ્રાક્ટર બદલીને યોગ્ય ભોજન વ્યવસ્થા કરાવવા અરજ કરી હતી.

ઉપકુલપતિએ છાત્રો સાથે સાંજનું ભોજન લીધું

ઉપકુલપતિડો. દિપુબા દેવડાએ જણાવ્યું કે છાત્રોને સમજાવ્યા બાદ તેમણે બપોરે ભોજન લીધું હતું. બે ગૃહપતિ સાથે મિટિંગ કરાવાઇ હતી અને 5 છાત્રો મેનું નક્કી કરી તે મુજબ ભોજન બને છે કે નહી તેનું ધ્યાન રાખશે અને ગૃહપતિ અમને ભોજન અંગે રિપોર્ટ કરશે. સાંજે મેં સ્વયં છાત્રો સાથે રોટલી કઢી ખીચડી શાકનું ભોજન લીધું હતું. હોસ્પિટલ મેનેજમેન્ટ કમિટી દ્વારા પણ ભોજનનું ધ્યાન રખાશે.

ભોજન વ્યવસ્થાથી નારાજ છાત્રાલયના વિદ્યાર્થીઓએ બુધવારે બપોરે ભોજનની થાળીઓ લઇને વહીવટી ભવન પાસેના બગીચામાં બેસી દેખાવો કર્યા હતા. બાદમાં ઉપકુલપતિને રજૂઆત કરાતાં તેમણે સમસ્યાનું નિરાકરણ લવાશે તેમ જણાવતાં વિખરાયા હતા. તસવીર- સુનિલ પટેલ

છાત્રોની માંગ : અમારા માટે યોગ્ય ભોજન વ્યવસ્થા કરાવો

હલકા ભોજનને લીધે છાત્રોની હડતાળ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો