તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • પૂ. પ્રમુખ સ્વામિએ લાખ્ખો લોકોમાં શ્રધ્ધાનું તત્વ રોપ્યું : સાધુ અક્ષર વત્સલદાસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૂ. પ્રમુખ સ્વામિએ લાખ્ખો લોકોમાં શ્રધ્ધાનું તત્વ રોપ્યું : સાધુ અક્ષર વત્સલદાસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગણપત યુનિવર્સિટીમાં શિક્ષકદિન નિમિત્તે ગુરૂવંદના કાર્યક્રમ યોજાયો હતો. બી.એ.પી.એસ. ના એક અગ્રણી સાધુ અક્ષરવત્સલદાસ સ્વામિએ વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યા હતાં.

નડિયાદની એક શાળામાં પરીક્ષા લેવાતી હતી. ક્લાસમાં તમામ વિદ્યાર્થીઓ ચોરી કરતા હતા, માત્ર બે વિદ્યાર્થીઓ પોતાની જાતે આવડે તે લખતા હતા, ચોરી નહોતા કરતા, કારણ કે પરીક્ષામાં સુપરવાઇઝર હોય, ખંડમાં કેમેરા ના હોય, આખા, પરીક્ષા ખંડની દિવાલો ઉપર પુસ્તકોથી છલકાતાં કબાટો હોય અને છતાં વિદ્યાર્થીઓ ચોરી કરે. શું શક્ય છે હા, જો વિદ્યાર્થીઓમાં શ્રધ્ધાનું તત્વ રોપવામાં આવે તો શક્ય છે. બી.એ.પી.એસ. સંસ્થાની માઉન્ટ આબુ ખાતેની શાળામાં પ્રયોગ સફળ થયેલો છે. પ્રમુખ સ્વામિએ લાખ્ખો લોકોમાં શ્રધ્ધાનું તત્વ રોપ્યું અને એમના જીવનમાં જબરજસ્ત પરિવર્તન આવ્યું.યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ ડો. મહેન્દ્ર શર્મા, રજિસ્ટ્રાર અમિત પટેલ, મોટી સંખ્યામાં પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ તેમજ મહેસાણા મંદિરના તેમજ ગુરૂકુળના અગ્રણી સંતો અને ટ્રસ્ટી દશરથભાઇ, ચંદુભાઇ, નારણભાઇ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

યુનિ.ના પ્રમુખ અનિલભાઇ પટેલે પ્રમુખ સ્વામી મહારાજની વિશેષ વંદના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો