તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • હીરાનગરમાં 25 દિવસથી ગટરો ઉભરાય છે, પાલિકાતંત્ર કૂંડીઓ શોધવા ફાંફે ચડ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હીરાનગરમાં 25 દિવસથી ગટરો ઉભરાય છે, પાલિકાતંત્ર કૂંડીઓ શોધવા ફાંફે ચડ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાસોમનાથ રોડ પર આવેલ હીરાનગરમાં છેલ્લા 25 દિવસથી ગટરનું ગંદુ પાણી ઉભરાઇને માર્ગ પર આવી જવાના મુદ્દે સ્થાનીક રહીશોમા રોષ પ્રસર્યો છે. જ્યારે બીજીબાજુ સપ્તાહથી અહી કામ કરી રહેલી પાલિકાને ગટરની કૂંડીઓ જડતી નથી. સમસ્યાનું સપ્તાહમાં નિકાલ નહીં આવે તો પાલિકામાં હલ્લાબોલ કરવા સ્થાનિક રહીશોએ તૈયારીઓ કરી છે.

સોમનાથ રોડ પર આવેલા હીરાનગરમાં ચોમાસાના 4 મહિના વરસાદી પાણી ભરાવાની વર્ષોજુની સમસ્યાનો અંત આવ્યો છે ત્યારે અહી ઉભરાતી ગટરો સ્થાનીક રહીશો માટે ચિંતાનો વિષય બન્યો છે.હીરાનગર વિસ્તારમાં છેલ્લા 25 દિવસથી ઉભરાતી ગટરનું દુર્ગધ મારતુ પાણી માર્ગ પર આવી જતા સ્થનીક રહીશો ત્રસ્ત બન્યા છે.અત્રેના રહીશોના કહેવા મુજબ પોલીસ હેડક્વાટરનું ઉભરાતી ગટરનું ગંદુ પાણી માર્ગ પર આવી રહ્યું છે.ઉભરાતી ગટરોનું પાણી ચોફેર પ્રસરતા રોગચારાની દહેશત વચ્ચે સ્થાનીક રહીશોએ સ્થાનીક નગરસેવક અને પાલિકામા રજૂઆત કરી હતી.

સ્થાનિક નગરસેવક અને પાલિકા ઉપપ્રમુખ જયદિપસિંહ ડાભીએ જણાવ્યું કે, ગટર ઉભરાવાની સમસ્યા 25 દિવસથી છે. પાલિકાના ઇજનેરને ફોન કરીએ ત્યારે કામ પૂર્ણ કર્યુ છે. હવે પછી ગટરનું પાણી ઉભરાય તો કહેજો તેમ કહે છે.

સોમનાથ રોડ પર ગંદા પાણીથી સ્થાનિક રહીશો ત્રસ્ત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો