તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • મહેસાણામાં સગા પિતાએ 10 10 વાર દુષ્કર્મ કર્યાની પુત્રીની ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણામાં સગા પિતાએ 10-10 વાર દુષ્કર્મ કર્યાની પુત્રીની ફરિયાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણામાંસગા પિતાએ પુત્રી સાથે 10-10 વાર દુષ્કર્મ આચર્યંુ હોવાની ફરિયાદ અહીંના પોલીસ દફતરે નોંધાઇ છે.

મહેસાણાના ભદ્ર સમાજમાં પિતાએ પોતાની સગી પુત્રી પર દુષ્કર્મ ગુજાર્યાની ઘટેલી ધ્રૃણાસ્પદ ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં યુવતીએ પોલીસ સમક્ષ આપેલા નિવેદન મુજબ 15 વર્ષની ઉંમરે મહેસાણાની શાળામાં ધોરણ-10મા અભ્યાસ દરમિયાન મીના (નામ બદલેલ છે)ને એક યુવક સાથે થયેલા પ્રેમ પ્રકરણની જાણ તેના પિતાને થઇ હતી. મુદ્દે અવાર નવાર અડપલા કરતા પિતાએ વર્ષ 2012માં રક્ષાબંધનના તહેવાર નિમિતે પત્ની ભાઇને રાખડી બાંધવા જતા ઘરમા એકલી પડેલી પુત્રી પર પ્રથમ વખત દુષ્કર્મ આચર્યુ હતું અને ત્યાર બાદ પ્રેમ પ્રકરણ જાહેર કરવાની ધમકીઓ આપી અવનવી વસ્તુઓ અપાવવાની લાલચ આપી પચાસી વટાવી ચૂકેલા આધેડ પિતાએ સગી પુત્રી પર સમયાંતરે 10 વખત દુષ્કર્મ આચર્યુ હતું. ભાઇના મૃત્યુને પગલે 3 મહિનાથી ઘરે આવેલા પિતાની હરકતો અને ખરાબ નજરથી કંટાળેલી યુવતી બુધવારે શહેર બી ડીવીજન પોલીસ મથક પહોચી હતી. માતા-ભાઇની કલાકોની સમજાવટ છતા પિતા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવા મક્કમ યુવતીએ આપેલા નિવેદનના આધારે પોલીસે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

નોંધનીય છે કે, અગાઉ 3 વખત યુવતી પોલીસ મથક પહોંચીને માતા અને ભાઇ પરત લઇ ગયા હતા.

હવસખોર પિતાની હરકતો તંગ યુવતીની બી ડિવિઝનમાં ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો