તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • ઉ.ગુ.ના પાસ કન્વીનર બદલાયા સુરેશ ઠાકરે જવાબદારી સંભાળશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉ.ગુ.ના પાસ કન્વીનર બદલાયા સુરેશ ઠાકરે જવાબદારી સંભાળશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઉત્તરગુજરાત, ગાંધીનગર, અમદાવાદ સહિત નવ જિલ્લાના પાટીદાર આંદોલન સમિતિના કન્વીનરોની ગુરુવારે પાટણ ખાતે મળેલ બેઠકમાં અનામત આંદોલનની આગામી રણનીતિ અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો. સાથે ત્રણ વર્ષથી ઉત્તર ગુજરાત પાસના કન્વીનર રહેલા નરેન્દ્રભાઇ પટેલે રાજીનામુ આપતા મહેસાણાના સુરેશ ઠાકરેને ઉત્તર ગુજરાત પાસ કન્વીનર અને સહ કન્વીનર તરીકે સાંબરકાંઠાના રવિ પટેલની વરણી કરવામાં આવી હતી. જ્યારે વરાણાથી પાટીદાર એકતા યાત્રા અગાઉ મુલત્વી રાખવામાં આવેલ હતી તે યાત્રા હવે મહીના બાદ હાર્દિક પટેલ આવ્યેથી યોજવાનું આયોજન બેઠકમાં કરવામાં આવ્યુ હતું.

પાટણ ખાતે વિશ્વાસ કોમ્પલેક્ષમાં પાટણ પાસ કન્વીનર કીરીટ પટેલના કાર્યાલય ખાતેમહેસાણા,પાટણ,બનાસકાંઠા,સાબરકાંઠા,અરવલ્લી,ગાંધીનગર,અમદાવાદ,કચ્છ,ભુજ જીલ્લા પાસ કન્વીનરોની ગુરુવારે બનાસકાંઠાના કન્વીનર શીવરામભાઇના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી.

જેમાં પાસના મહિલા અગ્રણી રેશ્માબેન પટેલ સહિત પાસ કન્વીનરોએ ત્રણ મુદ્દા સંગઠન,યાત્રા સહિત ત્રણ મુદ્દે ચર્ચા કરી હતી અને છેલ્લા ત્રણ વર્ષથી મહેસાણાના નરેન્દ્રભાઇ ઉત્તર ગુજરાતના કન્વીનર તરીકે કાર્યરત રહ્યા હતા. તેમની જગ્યાએ મહેસાણાના સુરેશભાઇ ઠાકરેને ઉ.ગુ પાસ કન્વીનર અને સહ કન્વીનર તરીકે સાબરકાંઠના રવિ પટેલની નિમણુક કરવામાં આવી હતી.

અંગે પાટણ પાસ કન્વીનર કીરીટભાઇ પટેલે જણાવ્યુ હતું કે,આજે નવ જીલ્લાના પાસ કન્વીનરોની બેઠક શિવરામભાઇના અધ્યક્ષ સ્થાને મળી હતી. ત્રણ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.જેમાં ત્રણ વર્ષથી ઉ.ગુના કન્વીનર નરેન્દ્રભાઇએ સારી કામગીરી સંભાળી હતી પરંતુ તે સમય આપી શકતા સ્વેચ્છાએ રાજીનામુ આપેલ છે અને બેઠકમાં ઉ.ગુના કન્વીનર મહેસાણાના સુરેશભાઇ ઠાકરેને બનાવવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો