તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • યુવાનને આપઘાત કરવા મજબુર કરનાર 12 વ્યાજખોરો ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવાનને આપઘાત કરવા મજબુર કરનાર 12 વ્યાજખોરો ઝડપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વ્યાજેલીધેલી રકમનું ચક્રવૃદ્ધિવ્યાજ ચઢાવીને છેલ્લા 6 મહિનાથી ઉઘરાણી કરી આખજના ગોસ્વામી યુવાનને આપઘાત માટે મજબુર કરનાર 12 વ્યાજખોરોની લાંઘણજ પોલીસે ધરપકડ કરી હતી.જોકે, મહેસાણા સેશન્સ કોર્ટે આગોતરા જામીન આપ્યા હોવાથી પોલીસે તમામ વિરૂધ્ધ નોટિસ કાઢી રિમાન્ડની માગણી કરવા તજવીજ હાથ ધરી છે.

મહેસાણા તાલુકાના આખજ ગામે આવેલ શક્તિનગર સોસાયટીમાં રહેતા 28 વર્ષના રણજીતગીરી ભાનુગીરી ગોસ્વામી ગાડી લે-વેચના વ્યવસાય કરતા હતા.તેમણે લાલજી સાગરભાઇ રબારી,વિષ્ણુ કરશનભાઇ રબારી સહિતની પાસેથી વ્યાજે કેટલીક રકમ લીધી હતી.જે સમયસર ચૂકવી શકતાં વ્યાજનું વ્યાજ એમ ચક્રવૃદ્ધિ વ્યાજના ચક્કરમાં ફસાઇ ગયો હતો.વ્યાજખોરો દ્વારા થતી રોજબરોજની ઉઘરાણીથી તંગ યુવાન નાણા આપવા માટે જ્યારે પણ વાયદો કરે ત્યારે તેઓ તારૂ મકાન વેચ કે બૈરૂ...અમને નાણાતો આપવા પડશે તેમ કહીને ધમકીઓ આપતા હોઇ ગત 7 જુનના રોજ તેને પોતાના મકાનમાં ગળે ટૂપો ખાઇ આપઘાત કર્યો હતો.મૃતકની પત્નીએ આપેલા નામોના આધારે લાંઘણજ પોલીસે 12 વ્યાજખોરો વિરૂધ્ધ ગુનો નોધ્યો હતો.

કેસમાં લાંઘણજ પીએસઆઇ કે. બી.પટેલે લાલજી સાગરભાઇ રબારી, વિષ્ણુ કરશનભાઇ રબારી, કાનજી સાગરભાઇ રબારી,ઇશ્વરભાઇ સાગરભાઇ રબારી,ભલાભાઇ સાગર ભાઇ રબારી,રોનકભાઇ ભલાભાઇ રબારી, વાઘુભાઇ લાલજીભાઇ રબારી,દિનેશ કરશનભાઇરબારી, વિહાભાઇ ચેલા ભાઇ રબારી, કરશનભાઇ જીવાભાઇ રબારી,દિનેશભાઇ ચેલભાઇ રબારી,પિન્ટુ બબાભાઇ રબારીની અટકાયત કરી હતી.જોકે, તમામે મહેસાણા સેશન્સ કોર્ટમાથી આગોતરા મેળવેલા હોઇ પોલીસે તમામને જામીન પર મુક્ત કરી રિમાન્ડ માટે નોટિસ આપવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો