Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ચાણસ્મા નજીક અકસ્માતની બે ઘટનામાં બેના મોત નીપજ્યા
ચાણસ્માશહેરના હાઇવે પર આવેલ તિરંગા હોટલ પાસે મંગળવારે રાત્રે એક આધેડ રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે વખતે બાઇકની અડફેટે આવી જતાં તેઓનું મોત નિપજ્યું હતું. જ્યારે તે હાઇવે પર વડાવળી ત્રણ રસ્તા નજીક પાંચોટ ગામનું દંપતી બાઇક પર જઇ રહ્યું હતું. તે દરમ્યાન બાઇક ખાડામાં પટકાતા પાછળ બેઠેલી મહિલાનું મોત થયું હતું.
ચાણસ્માના રહીશ ગાંડાભાઇ રઘાભાઇ પ્રજાપતિ મંગળવારે ભજનમાં જવા માટે તિરંગા હોટલ પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે એક બાઇક જીજે 2 બીએન 6580 ના ચાલકે તેઓને અડફેટે લેતાં રોડ પર પટકાતા ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે મોત થયું હતું. બાઇક ચાલક સ્થળ પર બાઇક છોડીને ભાગી છૂટ્યો હતો. શૈલેષકુમાર પ્રજાપતિએ ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે અકસ્માતની અન્ય એક ઘટનામાં મહેસાણાના પાંચોટમાં રહેતા ડાહ્યાભાઇ ઇશ્વરભાઇ પટેલ તે દિવસે રાત્રેના અરસામાં તેમના પત્ની કાન્તાબેન સાથે બાઇક પર ચાણસ્માથી મહેસાણા જઇ રહ્યા હતા. તે વખતે રેલવે ફાટકથી આગળ વડાવળી ત્રણ રસ્તા પાસે સામેથી આવતા વાહનોની લાઇટથી અંજાઇ જતાં બાઇક સાથે ખાડામાં પટકાતા કાન્તાબેનનું સ્થળ પર મોત થયું હતું.