તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • કોન્ટ્રાકટરના 50 હજાર દૂધ કેન્દ્રના સંચાલકે પરત કર્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોન્ટ્રાકટરના 50 હજાર દૂધ કેન્દ્રના સંચાલકે પરત કર્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણાશહેરના સોમનાથ ચોક વિસ્તારમા આવેલ સર્વોદય બેંકમાંથી નાણા ઉપાડનાર મહેસાણાના કોન્ટ્રાકટર અહી કાઉન્ટર પર ભુલી ગયેલા રૂ 50હજારનું બંડલ દુધ કેન્દ્રના સંચાલકે પરત કરી પ્રમાણિકતા દાખવી છે. જ્યારે બેંકના મેનેજર સહિતનો સ્ટાફ તે માટે નિમિત બન્યો હતો.

મહેસાણા શહેરના કોન્ટ્રાકટર જ્યંતિભાઇ મણીલાલ દરજીએ બુધવારના દિવસે શહેરના બિલાડીબાગ વિસ્તારમાં આવેલી સર્વોદય બેંકમાંથી રૂ 1.50 લાખ ઉપાડી ઘરે ગયા હતા. તે દરમિયાન અહી નાણા જમા કરાવવા આવેલા સોમનાથ રોડ પર દૂધ કેન્દ્ર ધરાવતા પ્રકાશભાઇ જે. રાઠોડને કાઉન્ટર પરથી રૂપિયા 50 હજારનું બંડલ મળતા બેંકના મેનેજર કરસનભાઇ રાજગોરનો સંપર્ક કર્યો હતો. જેમાં તેમને તે સમયના સીસી કેમેરાના ફુટેજ જોતા જ્યંતિભાઇ ઉપરોકત બંડલ ભુલી ગયા હોવાનું સ્પષ્ટ થતા બેંક મેનેજરે તેમનો સંપર્ક કરી બેંકમાં બોલાવ્યા હતા. અહીયા પ્રકાશભાઇના હસ્તે જ્યતિભાઇને નાણા પરત કરી દીધા હતા જે જોઇ હાજર તમામ વ્યક્તિઓ બોલી ઉઠ્યા હતા કે સમય ભલે બદલાતો પરંતુ પ્રમાણિકતા તો તેની તે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો