• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • જગુદણ પાસેના ગામમાં રહેતાં 95 વર્ષનાં હિરાબેન હુરસનજી ઠાકોરને તેમના

જગુદણ પાસેના ગામમાં રહેતાં 95 વર્ષનાં હિરાબેન હુરસનજી ઠાકોરને તેમના

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જગુદણ પાસેના ગામમાં રહેતાં 95 વર્ષનાં હિરાબેન હુરસનજી ઠાકોરને તેમના પુત્ર અને પુત્રવધૂ સોમવારે મહેસાણા જનતા સુપર માર્કેટ સ્થિત એસબીઆઇમાં લઇને આવ્યા હતા. તેમના પતિ રેલવેમાંથી નિવૃત્ત થયા હતા અને તેમના અવસાન પછી પત્નીને પેન્શન મળતું હોઇ પેન્શન ઉપાડવા ગામથી રિક્ષામાં રૂ.400 ભાડુ ખર્ચીને બપોરે 12 વાગે આવી 2.30 સુધી બહાર રિક્ષામાં બેઠા હતા. શરીરે અશક્ત હોઇ બેંકમાં જઇ શકતા નહોતા. બે કલાક બાદ બેંકમાં જાણ થતાં એક કર્મચારી બહાર આવી હીરાબાના અંગૂઠાનું ફોર્મમાં નિશાન કરાવી રૂ.પાંચ હજારની કેશ હાથમાં આપી હતી. ત્યારબાદ હાશકારો અનુભવતા પુત્ર અને પુત્રવધૂ બાને લઇ ઘેર રવાના થયા હતા. તસવીર- પ્રમોદ શાહ

રૂ.400ના ભાડે રિક્ષા લઇ બીમાર વૃદ્ધા પેન્શન લેવા આવ્યા, બેન્કકર્મીએ બહાર આવીને પૈસા આપ્યા

અન્ય સમાચારો પણ છે...