તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • પિલવાઇ કોલેજમાં કેમેસ્ટ્રીનું પેપર બદલાઇ જતાં દોડધામ

પિલવાઇ કોલેજમાં કેમેસ્ટ્રીનું પેપર બદલાઇ જતાં દોડધામ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેમચંદ્રાચાર્યઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાઇ રહેલી પરીક્ષા દરમિયાન મંગળવારે એમએસસી કેમેસ્ટ્રી સેમેસ્ટર-3ની પરીક્ષામાં મહેસાણાની પિલવાઇ અને સાબરકાંઠાની હિંમતનગર કોલેજમાં ફોટો ઓર્ગેનિક કેમેસ્ટ્રીના પેપરની જગ્યાએ પરીક્ષાર્થીઓને હાથમાં ઇનઓર્ગેનિક વિષયનું પેપર આવતાં ચોંકી ગયા હતા. ઓર્ગેનિકના બદલે ઇનઓર્ગેનિકનું પેપર મળ્યાનો કોલેજ દ્વારા યુનિ.ના પરીક્ષા કંટ્રોલ રૂમમાં મેસેજ કરાતાં છેવટે ઇ-મેલથી પેપર પહોંચાડીને વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઇ હતી. જેથી વિદ્યાર્થીઓની પરીક્ષા મોડી શરૂ થતાં પાછળથી વધુ સમય ફાળવવો પડ્યો હતો.

યુનિવર્સિટી સંલગ્ન ઉત્તર ગુજરાતમાં આવેલી સાયન્સ કોલેજોમાં અનુસ્નાતક કક્ષાએ સેમેસ્ટર-3ની પરીક્ષાઓ ચાલી રહી છેે. જેમાં મંગળવારે બપોરે 2-30થી 4-30 દરમિયાન અેમએસસી સેમ.-3 કેમેસ્ટ્રીમાં ઓર્ગેનિક ફોટો કેમેસ્ટ્રી વિષયની પરીક્ષા હતી. સાથે ઇનઓર્ગેનિકના વિદ્યાર્થીઓની પણ પરીક્ષા હતી. જેમાં ઇનઓર્ગેનિકનું તો પેપર આવ્યું હતું, પરંતુ પરીક્ષાના પ્રારંભે બંડલ ખોલતાં ઓર્ગેનિક ફોટો કેમેસ્ટ્રીનું પેપર નહોતું. બધા પેપર ઇનઓર્ગેનિકના નીકળ્યા હતા.

ફોટો કેમેસ્ટ્રીના કોઇ વિદ્યાર્થીએ વર્ગખંડમાં ધ્યાન દોરતાં કોલેજતંત્ર હરકતમાં આવ્યું હતું. જેથી ફોનની યુનિ.ના પરીક્ષા વિભાગને પેપર નહીં મળ્યાનો મેસેજ કરાયો હતો. છેવટે ઇ-મેલથી કોલેજને ઓર્ગેનિક ફોટો કેમેસ્ટ્રીનું પેપર મોકલાયું હતું. દરમિયાન પરીક્ષાર્થીઓને વર્ગખંડમાં 30 મિનિટ બેસી રહેવું પડ્યું હતું. જોકે, કોલેજમાં પેપર કોપી આવી જતાં ઝેરોક્ષ કરાવીને વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઇ હતી અને અડધો કલાક સમય વધારે અપાયો હતો.

M.Sc.સેમ.3નું ફોટો ઓર્ગેનિકના બદલે ફોટો ઇનઓર્ગેનિકનું પેપર પહોંચ્યું

સ્ટેટમેન્ટમાં સંખ્યા નહીં દર્શાવતાં તે વિષયના પેપર રહી ગયા, પછીથી ઇ-મેલ પર મોકલ્યા

^ઓર્ગેનિકફોટો કેમેસ્ટ્રી વૈકલ્પિક વિષય છે. કોલેજના પેપરના સ્ટેટમેન્ટમાં સંખ્યા દર્શાવેલી નહીં, પેપર રહી ગયું હતું. જોકે, તરત બે કેન્દ્રોમાં ઇ-મેલથી મોકલીને પરીક્ષા લેવાઇ છે. > ર્ડા.ગીરીશભાઇઠક્કર, પરીક્ષાનિયામક ઉ.ગુ. યુનિવર્સિટી, પાટણ

^પેપર-4ના વિકલ્પમાં ફોટો ઇનઓર્ગનિક કેમેસ્ટ્રી અને ફોટો ઓર્ગેનિક કેમેસ્ટ્રી બે છે. કોલેજના 55 વિદ્યાર્થીઓએ ફોટો ઓર્ગેનિક કેમેસ્ટ્રી રાખેલું છે, અમારે ફોટો ઇનઓર્ગેનિક ચાલતું નથી એટલે યુનિ.ને જાણ કરતાં ઇ-મેલથી ફોટો ઓર્ગેનિકનું પેપર મોકલી આપ્યું હતું. > બીપીનપટેલ, પ્રિન્સીપાલ,હિંમતનગર કોલેજ

પેપર-4ના વિકલ્પમાં બીજુ પેપર આવ્યું

અન્ય સમાચારો પણ છે...