તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • તોરણવાળી ચોકમાં ગઠિયો વૃદ્ધાની સોનાની બે બંગડીઓ સેરવી ગયો

તોરણવાળી ચોકમાં ગઠિયો વૃદ્ધાની સોનાની બે બંગડીઓ સેરવી ગયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દૂધ લેવા આવેલા માજીને ધાર્મિક વાતોમાં ભોળળ્યા

મહેસાણાનાતોરણવાળી માતાના ચોકમાં સોમવારે સાંજે દૂધ લેવા આવેલાં વૃદ્ધાને ધાર્મિક વાતોમાં ભોળવી તેમણે પહેરેલી સોનાની બે બંગડીઓ તેમજ રૂ.300ની રોકડ ભરેલું પાકીટ લઈને ગઠિયો ફરાર થઈ ગયો હતો.

શહેરના પિલાજી ગંજમાં અમથારામ પ્રભુદાસની ચાલીમાં રહેતાં જશોદાબેન પ્રવિણભાઈ ઠાકર (72 વર્ષ) સોમવારે સાંજે તોરણવાળી માતાના ચોકમાં દૂધ લેવા ઘરેથી નિકળ્યાં હતાં. તેઓ મ્યુનિસિપલ માર્કેટ અાગળથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે સફેદ લેંઘો-ઝભ્ભો પહેરેલો અને લાંબી દાઢીવાળો એક શખસ તેમની પાસે આવ્યો હતો અને તમે ગાયને રોટલી નાખો છોω વગેરે ધાર્મિક સવાલો પૂછી મહાદેવનું મંદિર ક્યાં છે તેમ પૂછ્યું હતું. જશોદાબેને મંદિર તરફ ઈશારો કરી તેઓ દૂધ લેવા સહયોગ પાર્લર ગયાં ત્યારે શખસે પણ તેમનો પીછો કર્યો હતો. છેવટે તોરણવાળી માતાના મંદિર નજીક તેણે ફરીથી વાર કરશો તો તમારા માટે સારું વગેરે કહીં જશોદાબેન સાથે વાતચીત શરૂ કરી હતી.

વાતવાતમાં થેલીમાં શું છેω, પાકિટમાં કેટલા પૈસા છેω વગેરે કહીં રૂ.300 ભરેલું પાકીટ મેળવી લીધું હતું અને હાથમાં પહેરેલી સોનાની બે બંગડીઓ ઉતરાવી લઈ પાકીટમાં મૂકી દીધી હતી. જશોદાબેન કંઈ સમજે તે પહેલાં ત્યાંથી ફરાર થઈ ગયો હતો. કોઈ રીતે ભ્રમિત થઈ ગયેલાં જશોદાબેન ઘરે પહોંચ્યાં ત્યારે પુત્ર સાથે વાતચીત થતાં છેતરાયાં હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

જેથી તેમના પુત્ર સુનિલ પ્રવિણભાઈ ઠાકરે ડિવિઝન પોલીસ મથકે પહોંચી સોનાની બંગડી તથા રૂ.300ની રોકડ મળીને રૂ.60,300ની છેતરપિંડી અંગે અજાણ્યા શખસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...