તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • ઉત્તરીય પવનોથી એકજ દી’માં દોઢ ડિગ્રી ઠંડી વધી, હજુ વધશે

ઉત્તરીય પવનોથી એકજ દી’માં દોઢ ડિગ્રી ઠંડી વધી, હજુ વધશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તરીયઠંડા પવનો શરૂ થતાં મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં મંગળવારે દિવસ અને રાતના તાપમાનમાં એકથી દોઢ ડિગ્રી જેટલો ઘટાડો થતાં ઠંડીનો ચમકારો વધ્યો છે. હજુ બે-ત્રણ દિવસમાં ઠંડી વધવાની સંભાવના છે.

મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં છેલ્લા સપ્તાહ દરમિયાન પવનની ગતિ ઓછી રહેવા સાથે તાપમાનમાં સામાન્ય વધારો થયો હતો. જેથી ઠંડીની અસર ઓછી થઈ હતી અને ઘર કે ઓફિસોમાં પંખા ચાલુ રાખવા પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. જો કે, જમ્મુ-કાશ્મીર હિમાલય પ્રદેશમાં ત્રણ દિવસથી શરૂ થયેલી બરફવર્ષાના કારણે તાપમાન માઈનસ 3થી 4 ડિગ્રીએ પહોંચ્યું છે. જેના તરફથી ઉત્તર ગુજરાત તરફ આવતા પવનોની ગતિ પણ વધી છે જેના કારણે ઉત્તર ગુજરાતમાં મંગળવારે તાપમાનમાં અચાનક 1થી 1.5 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો હતો. બે-ત્રણ દિવસમાં કડકડતી ઠંડીની શરૂઆત થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...