તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • પહેલા 100 જમતા હતા, હવે 40 આવે છે જીવ બળે છે, ઘરે બેસવાનો વારો આવશે

પહેલા 100 જમતા હતા, હવે 40 આવે છે જીવ બળે છે, ઘરે બેસવાનો વારો આવશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાજિલ્લા પંચાયત સંકુલમાં આરતી સખીમંડળની બહેનો ભોજન, ચા, નાસ્તા સાથે કેન્ટીન ચલાવીને સ્વરોજગારી મેળવે છે. નોટબંધીની અસર મહિલાઓના સ્વરોજગાર પર પણ પડી છે. 5 બહેનો બપોરે રૂ.60માં ભોજનની થાળી પિરસે છે. નોટબંધી પહેલાં બપોરે કેન્ટીનમાં નવરાશ નહોતી, પણ હવે અડધી ઘરાકી ઘટી ગઇ છે. કેન્ટીનનું રૂ.41 હજાર ભાડુ, માલ સામાન ખર્ચ વગેરે શેમાંથી પૂરું થશે તેની ચિંતા તેમને સતાવી રહી છે.

સખીમંડળનાં સરોજબા ચાવડાએ કહ્યું કે, પહેલાં ગામડામાંથી આવતા લોકો અહીં જમતા, પણ પખવાડિયાથી ધસારો ઓછો થયો છે. પહેલાં 100 લોકો જમવા આવતા, હાલે 40થી 50 આવે છે. ચામાં પણ મંદી છે. આવુ ચાલશે તો અમારે ઘરે બેસવાનો વારો આવે. મનીષાબેન સથવારાએ કહ્યું કે, નોટબંધી આવતાં એટલે અમારે તો કેન્ટીનમાં ઘરાકી રહેતાં બહુ નુકસાન છે. અમારો જીવ બળે છે.રૂ.4500નો વકરો હવે રૂ.2500 થઇ ગયો

^કેન્ટીનમાંપહેલા રોજનો રૂ.2400થી 5000 વકરો રહેતો, જે હાલ રૂ.2000થી 2500 થઇ ગયો છે. હાલ તો મંડળમાં આગળની આવકના પડ્યા હોય એમાંથી પગારમાં ચાલે, આવી લાંબી અસર હોય તો બહેનોનો પગાર કેવી રીતે કાઢવો. > ઉષાબેનપટેલ, આરતીસખીમંડળ

અમારે તો નોટબંધીની કોઇ અસર નહીં : તૃપ્તી મહિલા મંડળ

મહેસાણા મામલતદાર કચેરી નજીક તૃપ્તી મહિલા મંડળમાં લાખવડ, પાલાવાસણા સહિતના ગામોની 16 બહેનો ખાખરા, પૂરી, સમોસા, કચોરી સહિતના નમકીન બનાવે છે. જ્યાં ખરીદી માટે ગ્રાહકોનો ધસારો રાબેતા મુજબ છે. સોનલબેન ભોજકે કહ્યું કે, હાલ જૂની નોટ સ્વીકારતા નથી પણ લોકો છુટ્ટા લઇને આવે છે અને ઘરાકી તો પહેલા જેવી છે. રોજનું રૂ.8થી 10 હજારનું કાઉન્ટર રહેતું, તે મુજબ ચાલી રહ્યું છે. હંસાબેન પટેલે અમારે તો નોટબંધીની કોઇ અસર નથી, કામ ચાલે છે તેમ જણાવ્યું હતું.

નોટબંધી બાદ જિલ્લા પંચાયતમાં આવતા અરજદારોની સંખ્યા ઘટી જતાં તેની સીધી અસર સખીમંડળની કેન્ટીનમાં પડી છે. આવક ઘટી છે.

નોટબંધીનું ગ્રહણ | જિલ્લા પંચાયત સંકુલમાં સખીમંડળ સંચાલિત કેન્ટીનને અસર

અન્ય સમાચારો પણ છે...