શહેર કોંગ્રેસ પ્રમુખે રાજીનામું મોકલી આપ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાશહેર કોંગ્રેસ પ્રમુખ ભૌતિક ભટ્ટે ગુરુવારે પક્ષમાં વિકાસના કામોને લઇને થતી અવગણના સહિતના મુદ્દે પ્રદેશ કોગ્રેસ સમિતિ સમક્ષ હોદ્દા પરથી રાજીનામુ મોકલી આપ્યું છે.

જિલ્લાના કોંગ્રેસ પ્રભારી હિમાંશુભાઇ પટેલે જણાવ્યું કે, ભૌતિક ભટ્ટે પ્રદેશ કોગ્રેસ સમિતિમાં હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે, મને મળ્યા નથી. ભૌતિકે કહ્યું કે, સીટીબસ સેવા શરૂ નહી થાય ત્યા સુધી પાલિકાની ગાડીનો ઉપયોગ નહી કરીએ તેવુ વચન આપ્યું હતું છતા બીજા દિવસે ગાડીનો ઉપયોગ શરૂ થઇ ગયો. ભાજપના કૌભાંડો બહાર લાવવામાં પાલિકા નિષ્ફળ રહેવા સહિતના મુદ્દે રાજીનામુ આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...