મહેસાણામાં ડેન્ગ્યૂના ડેરા 2 છાત્રો સહિત 4ને અસર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાશહેરમાં 2 વિદ્યાર્થીઓ સહિત 4 વ્યક્તિઅોને સારવાર દરમિયાન ડેન્ગ્યૂના પોઝિટિવ રિપોર્ટ આવતાં સારવાર હાથ ધરાઇ છે. જ્યારે આરોગ્ય વિભાગના ચોપડે સપ્તાહ દરમિયાન ડેન્ગ્યૂના માત્ર 3 કેસ નોંધાયા છે.

મહેસાણા તાલુકાના દેવીનાપુરા ગામના 24 વર્ષના રોનક અરવિંદભાઇ પટેલને માથું અને પેટમાં દુ:ખાવાની ફરિયાદ સાથે તાવ આવતો હોઇ સારવાર માટે મહેસાણાના ખાનગી તબીબને ત્યાં લઇ જવાયો હતો. અહીં થયેલા ટેસ્ટમાં તેને ડેન્ગ્યુ પોઝિટિવ હોવાનું નિદાન થયું હતું. દવાખાનામાં દાખલ રામોસણાની શુકનવીલા સોસાયટીમાં રહેતા હાર્દિક વિનોદભાઇ ભાનુસાલીને પણ ડેન્ગ્યૂ પોઝિટિવ છે. ઉપરાંત, અન્ય હોસ્પિટલમાં રહેલા 16 વર્ષના ધોરણ-12માં અભ્યાસ કરતા જયેશ પ્રકાશભાઇ પ્રજાપતિ અને દેદિયાસણ જીઆઇડીસીમાં રહેતા કુલદીપ રાજપૂતને પણ ડેન્ગ્યૂ પોઝિટિવ હોવાનું નિદાન થયું છે.

ડેન્ગ્યૂના દર્દીઓની ખાનગી હોસ્પિટલ સારવાર હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...