Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગીરીષ જોષ્ી | મહેસાણા
ગીરીષ જોષ્ી | મહેસાણા
કેન્દ્રનાસાયન્સ અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા દેશભરમા નેશનલ ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક ઉભુ કરી તમામ ગામડાઓને હાઇસ્પીડ ઇન્ટરનેટ સુવિધા પૂરી પાડવાના ભાગરૂપે રાજ્યમા તેની સર્વે કામગીરી શરૂ થઇ ગઇ છે. રાજ્યના 50ટકા ગામડાઓમા ઓપ્ટિકલ ફાઇબર જમીનની અંદર જ્યારે 50ટકા ગામડાઓમા વિજકંપનીના વિજપોલ ઉપર લગાવવામા આવશે. માટે રાજ્યની ચાર વિજકંપનીઓએ મોટાભાગની સર્વે કામગીરી પૂર્ણ કરી લીધી છે જ્યારે 50ટકા કામગીરી કરનાર રેલટેલે પણ જમીનની અંદર ઓપ્ટિકલ કેબલ લગાવવાનો સર્વે શરૂ કરી દીધો છે.
રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગને મળેલી સુચનાને આધારે આગામી એક વર્ષની અંદર તાલુકા કચેરી અને કુલ13714 ગ્રામપંચાયતોને હવે કોપર કેબલને બદલે ઓપ્ટિકલ ફાઇબર કેબલથી જોડવામા આવશે. ડિજીટલ ઇન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત દેશભરની ગ્રામપંચાયતોને હાઇસ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપવાના હેતુસર આંધ્રપ્રદેશ બાદ ગુજરાત રાજ્યમા પણ તેની કામગીરી શરૂ કરી દેવામા આવી છે. માટે ચાર વિજકંપનીઓ અને રેલટેલને 50-50ટકા પ્રમાણે કામગીરી સોંપવામા આવી છે. જેમા વિજકંપનીઓએ અત્યાર સુધી 800 ગ્રામપંચાયતોને બાદ કરતા તમામ ગ્રામપંચાયતોનુ સર્વે પૂર્ણ કરી લીધુ છે. જ્યારે રેલટેલ દ્વારા અંડર ગ્રાઉન્ડ કેબલ પાથરવાની સર્વે કામગીરી મોટાભાગની પૂર્ણ કરી દેવામા આવી છે. રાજ્યની તમામ પંચાયતોને નેટવર્કથી જોડતા સરેરાશ 70હજાર કિમી લંબાઇનો ઓપ્ટિકલ ફાઇબર કેબલ વપરાશે. નેટવર્કથી હાલમા પંચાયતોને મળી રહેલી ઇન્ટરનેટની સ્પીડ ડબલથી પણ વધી જશે.
સમગ્ર કામગીરી માટે રાજ્ય સરકારનો સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ એક એજન્સી નિયત કરશે અથવા નેટવર્ક કંપની ઉભી કરશે જે કોઇપણ સર્વિસ પ્રોવાઇડર સાથે રહી તમામ તાલુકા અને ગ્રામપંચાયતો સહિત તમામ સરકારી ઇન્સ્ટીટ્યુટને 24કલાક હાઇસ્પીડ નેટ કનેક્ટિવીટી પૂરી પાડશે.