Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાધનપુર રોડ પર લાઇન તૂટતાં 6 કલાક ગેસ પુરવઠો ખોરવાયો
મહેસાણાનારાધનપુર રોડ પીએનજીની લાઈનમાં સોમવારે સવારે 10 વાગ્યે સર્જાયેલા ભંગાણથી 6 કલાક સુધી ગેસ પુરવઠો ખોરવાઈ જતાં ગૃહિણીઓને રસોઈ બનાવવા વૈકલ્પિક વ્યવસ્થા શોધવાની મથમણ કરવા સહિત રહીશો મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા.
રાધનપુર રોડ પર માર્ગ-મકાન વિભાગ દ્વારા ચાલી રહેલી વરસાદી પાણીની લાઈન નાખવાની કામગીરી અંતર્ગત સોમવારે સવારે તિરૂપતિ સોસાયટીના નાકામાં જેસીબીથી થઈ રહેલા ખોદકામ દરમિયાન અહીંથી પસાર થતી પીએનજી ગેસની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. જેના કારણે તાત્કાલિક ગેસ પુરવઠો બંધ કરવાની ફરજ પડી હતી. રોડ પરની નિકુંજ, શ્યામ વિહાર-2, દ્વારકાપુરી, તિરૂપતિ, પ્રશાંત, પાર્વતી સહિત 20થી વધુ સોસાયટીઓમાં સવારે 10 વાગ્યે અચાનક ગેસ પુરવાઠો બંધ થઈ જતાં રસોઈ બનાવી રહેલી ગૃહિણીઓની રસોઈ અધુરી રહી ..અનુસંધાન 8પર
રાધનપુર રોડ પર
ગઈહતી. લાંબો સમય સુધી રાહ જોવા છતાં પુરવઠો ચાલુ થતાં ગૃહિણીઓને ઈન્ડક્શન પ્લેટ, હોટ પ્લેટ, ગેસનો બાટલો હોય તેવા પાડોશીઓના ઘરે જઈને અધુરી રસોઈ પૂરી કરવાનો વિકલ્પ શોધવો પડ્યો હતો. પુરવઠો ચાલુ થવાની રાહ જોઈને છેવટે કેટલાક લોકોએ તો હોટલમાંથી મંગાવીને બપોરનું ભોજન લેવું પડ્યું હતું. શ્યામ વિહાર-2માં રહેતા પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, સવારે 10 વાગ્યે ગેસ પુરવઠો બંધ થઈ ગયો હતો. લાંબો સમય રાહ જોયા બાદ પણ ગેસ પુરવઠો ચાલુ થતાં છેવટે હોટલમાંથી મંગાવીને જમ્યા હતા. સાંજે 4 વાગ્યે ગેસ પુરવઠો ચાલુ થયો હતો.